જૂનાગઢ કેશોદના પાડોદર ગામે વિવાદાસ્પદ ખેતરોના પાળાનો વિવાદ વકર્યો
કેશોદના પાડોદર ગામે વિવાદાસ્પદ ખેતરોના પાળાનો વિવાદ વધુ વકર્યો છે. જ્યારે ખેડૂતે પોતાના ખેતરની પાળો સ્વેચ્છાએ હટાવી લીધાની મામલતદારને લેખિતમાં જાણ કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા પાળા ઉખાડવાની કામગીરી કરવામાં આવી હતી.
જૂનાગઢ: કેશોદના પાડોદર ગામે વિવાદાસ્પદ ખેતરોના પાળાનો વિવાદ વકર્યો છે. જેમાં ખેડુતે પોતાના ખેતરની પાળો સ્વેચ્છાએ હટાવી લીધાની મામલતદારને લેખિતમાં જાણ કરી હતી. જ્યારે સ્થાનિક તંત્ર રાજકીય ઈશારે કામગીરી કરતું હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યાં છે. ખેડુતને જાણ કર્યા વગર મગફળીના વાવેતર સહિત ખેતર ઉખેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જાણ કર્યા વગર ખેતર ઉખેડવાની કામગીરી રોકતા ખેડુતને તંત્રના કહેવાથી સાંજ સુધી ભુખ્યા તરસ્યા ગાડીમાં બેસાડી રાખ્યા હોવાનો પણ ખેડુતનો આક્ષેપ છે.