ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદી વાતાવરણને કારણે જૂનાગઢમાં સૂર્યગ્રહણનો નજારો જોવા નહીં મળતા જિજ્ઞાસુઓમાં નિરાશા

રવિવારે વર્ષ 2020નું પ્રથમ અને આગામી 10 વર્ષ સુધી જોવા નહીં મળે તેવા ગ્રહણનો યોગ સર્જાયો હતો. પરંતુ વરસાદી વાતાવરણને કારણે જૂનાગઢમાં ગ્રહણ જોવા માટે કરવામાં આવેલી તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ વરસાદે ગ્રહણના સમયે મુશ્કેલીઓ ઊભી કરતા ગ્રહણ જોવામાં નિરાશા મળી હતી.

Etv Bharat, GUjarati News, Junagadh News
જૂનાગઢમાં સૂર્યગ્રહણનો નજારો જોવા નહીં મળતા જિજ્ઞાસુઓમાં નિરાશા

By

Published : Jun 21, 2020, 4:21 PM IST

જૂનાગઢઃ આજે વર્ષ 2020નું પ્રથમ અને આગામી 10 વર્ષ સુધી ફરીથી જોવા નહીં મળે તેવું કંકણાક્રુતિ સૂર્યગ્રહણ જોવા મળવાનું હતું, પરંતુ આજે સવારના સમયે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડતા આ અલૌકિક અને અદભુત ખગોળીય ઘટના જોવા મળી ન હતી. જેને લઇને જૂનાગઢના વિજ્ઞાન પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળી હતી.

જૂનાગઢમાં સૂર્યગ્રહણનો નજારો જોવા નહીં મળતા જિજ્ઞાસુઓમાં નિરાશા
આજનું સૂર્યગ્રહણ રિંગ ઓફ ફાયર એટલે કે, સૂર્યની ફરતે એક રીંગ સર્જઇ હતી, પરંતુ વરસાદ અને વાદળોને કારણે આ ખગોળીય ઘટના જૂનાગઢવાસીઓને જોવા મળી ન હતી. જૂનાગઢના લોક વિજ્ઞાન કેન્દ્રમાં પણ ટેલિસ્કોપ સહિત અન્ય વૈજ્ઞાનિક સાધનો મારફતે સમગ્ર ગ્રહણને જોવાની તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ વરસાદે ખરા ટાણે પોતાનો અસલી મિજાજ બતાવતા આ અદભુત અને અલૌકિક ગણી શકાય તેવી ખગોળીય ઘટના જૂનાગઢમાં જોવા મળતા વિજ્ઞાન જિજ્ઞાસુઓમાં થોડે ઘણે અંશે પણ નિરાશા સાંપડી હતી.

ABOUT THE AUTHOR

...view details