ગુજરાત

gujarat

ETV Bharat / state

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ડિજિટલ સદસ્યતા અભિયાનની કરી શરૂઆત - ડિજિટલ સદસ્યતા અભિયાન

વિપક્ષ નેતા પરેશ ધાનાણી તેમના મત વિસ્તાર અમરેલીમાં જોવા મળ્યા હતા. અમરેલી જિલ્લાના કુકાવાવ વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમૂહૂર્ત બાદ પક્ષના ડિજિટલ સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી.

junagadh
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ડિજિટલ સદસ્યતા અભિયાનની કરી શરૂઆત

By

Published : Mar 1, 2020, 11:59 PM IST

અમરેલીઃ વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે ફરજ બજાવતા અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી તેમના મત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન પરેશ ધાનાણીએ કુકાવાવ વિસ્તારમાં કેટલાક લોકાર્પણ અને ખાતમુર્હતના કામોને તેમ જ પક્ષને મજબૂતી મળે તે માટે પક્ષના સદસ્યતા અભિયાનમાં જોડાયા હતા. કુકાવાવ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે ત્યારે અહીથી અમરેલી જિલ્લામાં પક્ષનું સંગઠન વધુ મજબૂત અને કારગર નીવડે તે માટે પક્ષના સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવી હતી.

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ડિજિટલ સદસ્યતા અભિયાનની કરી શરૂઆત
ગત વિધાનસભાની ચૂંટણીઓમાં અમરેલી જિલ્લાની તમામ 5 બેઠકો પરથી કોંગ્રેસના ઉમેદવારો ધારાસભ્ય બનીને વિધાનસભામાં પહોંચ્યા હતા. ત્યાર બાદ લોકસભાની ચૂંટણીઓમાં અમરેલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો પરાજય થયો હતો. ત્યારે પક્ષને ફરી પાછો મજબૂત કરવા માટે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા ડિજિટલ સદસ્યતા અભિયાનનો આરંભ અમરેલી જિલ્લામાંથી પરેશ ધાનાણીએ શરૂઆત કરાવી હતી.

ABOUT THE AUTHOR

...view details