ગુજરાત

gujarat

ETV Bharat / state

લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળા બન્યા રોજગારીનું માધ્યમ, રાજસ્થાનના ઢોલક કારીગરો કરી રહ્યા છે વર્ષભરની કમાણી - ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા શરૂ થતાં ભાવિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ભવનાથમાં આયોજિત પરિક્રમા બાદ મહાશિવરાત્રીના મેળામાં ખાસ રાજસ્થાનથી આવેલા ઢોલક બનાવવાના કારીગરો આ બે મેળા દરમિયાન વર્ષભરની આર્થિક રોજગારી મેળવી રહ્યા છે.

ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા
ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2023, 7:49 PM IST

લીલી પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળા બન્યા રોજગારીનું માધ્યમ

જૂનાગઢ:ગરવા ગિરનારની ગોદમાં લીલી પરિક્રમા બાદ આયોજિત મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો અને પરિક્રમાથીઓ આવતા હોય છે. મોટી સંખ્યામાં લોકોની હાજરીની કારણે સ્થાનિક કારીગરોને પણ રોજગારીનું એક વિશાળ મેદાન મળી રહે છે. જેને કારણે પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી ખાસ રાજસ્થાનના ઢોલક બનાવતાં કારીગરો મેળામાં આવીને વર્ષભરની કમાણી કરી રહ્યા છે.

ઢોલક બનાવતા કારીગરો

30 વર્ષથી રોજગારીનું માધ્યમ: રાજસ્થાનનો ઇકબાલ પાછલી ત્રણ પેઢીથી ગિરનારની પરિક્રમા અને મહાશિવરાત્રીના મેળામાંથી વર્ષભર ચાલે તેટલી રોજગારી પ્રાપ્ત કરી રહ્યો છે. કોરોના સંક્રમણ કાળમાં બે વર્ષ સુધી મેળો બંધ રહેવાને કારણે તેઓને રોજગારી મેળવવાને લઈને પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ ફરી એક વખત પરિક્રમા અને મહાશિવરાત્રીનો મેળો શરૂ થયો છે. જેથી તેમના પરિવાર માટે પાછલા 30 વર્ષથી રોજગારીનું માધ્યમ બનતા આ મેળાઓને લઈને તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

ઢોલક 30 વર્ષથી રોજગારીનું માધ્યમ

અન્ય મેળાઓ પણ સહાયક: રાજસ્થાનના આ સ્થાનિક કારીગરો ગિરનારની તળેટીમાં આયોજિત પરિક્રમા બાદ મહાશિવરાત્રીના મેળાની સાથે ગુજરાતના અન્ય મેળાઓ દ્વારા પણ રોજગારી મેળવે છે. અંબાજીમાં આયોજિત ભાદરવી પૂનમનો મેળો, રાજસ્થાનના રામદેવરાનો મેળો અને કેરળમાં આયોજિત ધાર્મિક ઉત્સવમાં પણ રાજસ્થાનના સ્થાનિક કલાકારો ઢોલક વેચીને રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે.

બે મેળા દરમિયાન વર્ષભરની આર્થિક રોજગારી

ભુજ નજીક આયોજિત થતા પારંપરિક અને સાંસ્કૃતિક મેળા થકી પણ આ કારીગરોને સારી એવી રોજગારી પણ પ્રાપ્ત થાય છે. જૂનાગઢમાં સૌથી વધારે રોજગારી મહાશિવરાત્રીના મેળામાં પ્રાપ્ત થઈ રહી છે જેને કારણે રાજસ્થાનના કેટલાક પરિવાર પાછલા 30 વર્ષથી જૂનાગઢ અને ગુજરાતમાં આયોજિત ધાર્મિક ઉત્સવ અને મેળાવડાઓમાંથી પરિવારના ભરણપોષણ જેટલી રોજગારી મેળવી રહ્યા છે.

  1. પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી રહેલા યાત્રાળુઓને જંગલમાં કેવો અનુભવ થયો ?
  2. લીલી પરિક્રમાના મેળામાં પ્રથમ વખત એનડીઆરએફની બે ટીમોને કામે લગાડાઈ

ABOUT THE AUTHOR

...view details