ભાજપ દ્વારા જૂનાગઢ મનપાના મેયર પદે મનોનીત કરાયેલા ઉમેદવાર ધીરૂભાઈ ગોહિલ રવિવારના રોજ ચોબારી ગામ નજીક તેમના મતાધિકારનો ઉપયોગ સહ પરિવાર સાથે કર્યો હતો. વહેલી સવારે આઠ વાગ્યે ધીરૂભાઈએ તેમના પરિવાર સાથે આવીને મતદાન કર્યું હતું. ધીરૂભાઈ વોર્ડ નંબર-9માંથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે તેમનું મતદાન વોર્ડ નંબર-6માં હોવાથી તેઓ ચોબારી ગામ ખાતે મતદાન કરવા આવી પહોંચ્યા હતા.
જૂનાગઢ કોર્પોરેશન ઇલેક્શનઃ મેયર પદના દાવેદાર ધીરૂભાઈએ પરિવાર સાથે કર્યું મતદાન - politics
જૂનાગઢ: મહાનગર માટે ભાજપ દ્વારા મેયર પદના ઉમેદવાર ધીરૂભાઈ ગોહિલે તેમની પત્ની અને પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન ભ્રષ્ટાચાર મુક્ત સુશાસન આપવાનો નિર્ધાર સાથે જૂનાગઢ મનપામાંથી મળતું કોઈપણ પ્રકારનું ભથ્થું તેમના કાર્યકાળ દરમિયાન નહીં લેવાનો નિર્ણય કર્યો હતો.
મતદાન કર્યા બાદ ધીરૂભાઈ ગોહિલ જૂનાગઢને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપવાનો જૂનાગઢની જનતાને વિશ્વાસ અપાવ્યો હતો. વ્યવસાય ઉદ્યોગપતિ અને સુખી સંપન્ન પરિવારમાંથી આવતા ધીરૂભાઈ તેમના કાર્યકાળ દરમિયાન જૂનાગઢ મનપામાંથી પીવાનું પાણી પણ નહીં લે તેવા મક્કમ નિર્ધાર સાથે જૂનાગઢનું શાસન આપવાનો પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢના પ્રથમ નાગરિક અને મેયર તરીકે કેબિનેટ પ્રધાન જેટલી સવલતો મળતી હોય છે. પરંતુ આ તમામ સવલતોને કોરાણે મૂકીને ધીરૂભાઈ ગોહિલ માત્ર જૂનાગઢનાં વિકાસ અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન આપવા માટેનો કોલ આપ્યો હતો.