- જૂનાગઢ કેશોદમાં ખુલ્લેઆમ સરકારી ગાઇડલાઇનનાં ધજાગરા
- કેશોદમાં ભાજપ કોંગ્રેસનાં હોદ્દેદારોએ ઉડાવ્યા સરકારનાં નિયમના ધજાગરા
- કેશોદમાં નેતાઓ માટે જાણે કોઇ નિયમ જ ન હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે
- વોર્ડ ન. 7 માં રોડનું ખાત મુહૂર્તનાં કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- ખાત મુહૂર્તમાં પોરબંદર સાંસદ રમેશ ધડુક અને કેશોદ ધારાસભ્ય પણ હાજર રહ્યા
જૂનાગઢઃ ખાસ વાત કરવામાં આવે તો જૂનાગઢના કેશોદ ખાતે વોર્ડ નંબર 7 માં છેલ્લા ઘણા શમયથી રહીશો રોડ રસ્તાથી પીડાતા હતા, ત્યારે કેશોદના વોર્ડ નંબર 7માં રસ્તાના કામ શરૂ કરવાના મુહૂર્ત કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક અને કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ હાજર રહ્યા હતા અને રસ્તાનું કામ લીલી જંડી બતાવી શરૂ કરાયું હતું.