જૂનાગઢ:જૂનાગઢની સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા પાછલા 20 વર્ષથી મૃત આત્માઓ માટે અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢના સોનાપુરી સ્મશાનમાં અંતિમ વિધિ થયેલા તમામ મૃત આત્માઓના અસ્થિઓનું પૂજન કરવાની વિશેષ સામાજિક પરંપરા આજે પણ જોવા મળે છે. સમગ્ર વર્ષ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર સોનાપુરી સ્મશાનમાં થયા હોય તે તમામ મૃત આત્માઓના અસ્થિઓનું પૂજન ત્રણ દિવસ જૂનાગઢમાં પૂર્ણ થયા બાદ તમામ અસ્થિઓને ગંગાઘાટ પર વિસર્જિત કરવામાં આવી રહ્યું છે. જેમાં જૂનાગઢના કેટલાક સેવાભાવી વ્યક્તિઓ સેવાનું આ કાર્ય કરી રહ્યા છે.
Junagadh News: જૂનાગઢના સેવાભાવી વ્યક્તિઓની અનોખી સેવા, 20 વર્ષથી એક પણ રૂપિયો લીધા વગર હરિદ્વારમાં કરી રહી છે અસ્થિ વિસર્જન
સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા પાછલા 20 વર્ષથી જૂનાગઢમાં આવેલા સોનાપુરી સ્મશાનમાં અંતિમ વિધિ થયેલા તમામ મૃત આત્માઓના અસ્થિઓનું પૂજન પ્રથમ ત્રણ દિવસ જૂનાગઢમાં ધાર્મિક રીતે પૂર્ણ કરવામાં આવે છે. ગંગાઘાટ પર પંડિતોને હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન સાથે તમામ મૃત આત્માઓના અસ્થિઓનું પૂજન અને ત્યારબાદ તેને હરિદ્વાર ખાતે ગંગાઘાટ પર વિસર્જિત કરવાની સેવાભાવી પ્રવૃત્તિ થઈ રહી છે.
Published : Sep 26, 2023, 9:32 AM IST
'પાછલા 20 વર્ષથી અમારી સંસ્થા સેવાના આ કાર્ય સાથે જોડાયેલી છે. દરેક મૃત વ્યક્તિના પરિવારજનોની આર્થિક સ્થિતિ ગંગાઘાટ પર જઈને અસ્થિ વિસર્જન થઈ શકે તેટલી ન હોય. જેને કારણે તમામ અસ્થિઓના એક સાથે હરિદ્વારના ગંગાઘાટ પર ધાર્મિક વિધિ વિધાન સાથે પૂજા કરીને તમામ અસ્થીઓને ધાર્મિક માન સન્માન અને આદર સાથે પવિત્ર ગંગા નદીને જળમાં પ્રવાહિત કરવામાં આવે છે. સેવાનું આ કાર્ય પાછલા 20 વર્ષથી સતત થતું આવ્યું છે.' -મહેન્દ્ર મશરૂ, સર્વોદય સેવા ટ્રસ્ટ
વર્ષ દરમિયાન અસ્થિઓ થાય છે એકત્રિત: સોનાપુરી સ્મશાન ગૃહમાં વર્ષ દરમિયાન જે વ્યક્તિઓની અંતિમ વિધિ થાય છે. તેમ તમામના અસ્થિઓ સોનાપુરી સ્મશાનમાં માટીના મોટા વાસણમાં એકત્રિત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ભાદરવા મહિનાની દશમના દિવસે તમામ અસ્થિઓને માટીના વાસણમાં એકત્ર કરીને તેને આઝાદ ચોક ખાતે જૂનાગઢના સામાન્ય લોકો અસ્થિઓના દર્શન અને પૂજન કરી શકે તે માટે જાહેર મંચ પર રાખવામાં આવે છે. આ અસ્થિઓ અહીં ત્રણ દિવસ રહ્યા બાદ ચોથા દિવસે તમામ અસ્થિઓને હરિદ્વારના ગંગાઘાટ પર પહોંચતા કરવામાં આવે છે. અહીં સનાતન ધર્મની પરંપરા અનુસાર પંડિતોની હાજરીમાં ગંગાઘાટ પર અસ્થિઓનું પૂજન કર્યા બાદ તેને ગંગા નદીના જળમાં પ્રવાહિત કરવામાં આવે છે.