વર્ષમાં એકમાત્ર નવરાત્રી દરમિયાન દર્શન આપતા હીરાગોરી માતાજી નો મઠ માઈ ભક્તો મેળવે છે આશીર્વાદ જૂનાગઢ:સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વનો ગણાતો નવરાત્રીનો તહેવાર આજથી શરૂ થયો છે. ત્યારે જૂનાગઢમાં આવેલા હીરા ગૌરીજી માતાજીના મંદિરમાં વહેલી સવારથી માઈ ભક્તો આવી રહ્યા છે. માતાજીની સચેતન સમાધિ સ્થળના દર્શન કરીને ખૂબ જ ભાવવિભોર બની રહ્યા છે.
વર્ષમાં એકમાત્ર નવરાત્રી દરમિયાન દર્શન આપતા હીરાગોરી માતાજી નો મઠ માઈ ભક્તો મેળવે છે આશીર્વાદ પૂજા અને ઘટસ્થાપનનું મહત્વ: પાછલા ઘણા વર્ષોથી નવરાત્રિના નવ દિવસો દરમિયાન હીરા ગૌરીજી માતાજીના મઢમાં વિશેષ ધાર્મિક પૂજા અને ઘટસ્થાપનનું મહત્વ રહેલું છે. ત્યારે આ નવ દિવસ દરમિયાન જૂનાગઢ વાસીઓ માતાજીના મઢ ના દર્શન કરીને નવરાત્રીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરે છે કે નવરાત્રિના નવ દિવસો દરમિયાન જ વર્ષભર હીરા ગૌરીજી માતાજી નો મઠ માઈ ભક્તો માટે ખુલ્લો મુકવામાં આવે છે. જેને કારણે પણ આ મઠ જૂનાગઢ વાસીઓમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે.
વર્ષમાં એકમાત્ર નવરાત્રી દરમિયાન દર્શન આપતા હીરાગોરી માતાજી નો મઠ માઈ ભક્તો મેળવે છે આશીર્વાદ હીરા ગૌરી માતાજીએ લીધી હતી સચેતન સમાધિ: હીરા ગૌરી માતાજી ઉત્તર ભારતના હોવાનું માનવામાં આવે છે. આજથી અનેક વર્ષો પૂર્વે જૂનાગઢ નજીક આવેલા માંગનાથ પીપળી ગામમાં હીરા ગૌરી માતાજી માલધારીઓની સાથે રહીને ગાયની સેવામાં રહેતા હતા. ત્યારે જૂનાગઢમાં આવેલા માંગનાથ મહાદેવ મંદિરના દર્શન દર્શન કરીને અહીં રહેલા ભગતે હીરા ગૌરી માતાજીને માંગનાથ મહાદેવની સેવા અને પૂજા કરવા માટે આગ્રહ કર્યો હતો. ત્યારથી હીરા ગૌરી માતાજી માંગનાથ મહાદેવની સેવા અને પૂજા કરી રહ્યા હતા.
વર્ષમાં એકમાત્ર નવરાત્રી દરમિયાન દર્શન આપતા હીરાગોરી માતાજી નો મઠ માઈ ભક્તો મેળવે છે આશીર્વાદ અનુમતિ આપવામાં આવતી નથી: ત્યારબાદ તેમના દ્વારા થયેલા ધાર્મિક અને સનાતન હિંદુ ધર્મના કાર્યને અંતે સચેતન જીવંત સમાધિ લેવાની સાથે પૂર્ણ થઈ હતી. તેમની આ ધાર્મિક યાત્રા પૂર્ણ થતા તેમને અહીં જીવંત સમાધિ આપવામાં આવી હતી. જ્યાં તેમનું મઠ આજે પણ નવરાત્રીના નવ દિવસ દરમિયાન માઇ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવે છે. અહીં અખંડ જ્યોત વર્ષભર પ્રજ્વલિત રાખવામાં આવે છે. પરંતુ કોઈ પણ માઈભક્તો નવરાત્રી શિવાય તેમના દર્શન કરવા માટે અનુમતિ આપવામાં આવતી નથી.
- Navratri 2023 2nd Day : નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની આ રીતે કરો પૂજા, આ મંત્રનો જાપ કરવાથી માતા પ્રસન્ન થશે
- Public Service Commission Examination : જાહેર સેવા આયોગની પરીક્ષામાં જૂનાગઢ કેન્દ્રમાં 50 ટકા જેટલા પરિક્ષાર્થીઓ ઘેરહાજર રહ્યા