- કોરોનાને કારણે પાછલા 45 દિવસથી સફારી અને પાર્ક બંધ હતા
- બંધ રહેલા સફારી પાર્ક અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ફરી ખુલશે
- કોરોના સંક્રમણની તમામ તકેદારીઓ સાથે પ્રવાસીઓને પ્રવેશ
જૂનાગઢ : જિલ્લામાં આવેલું અને એશિયાનું સૌથી જૂનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય તેમજ સાસણ નજીક આવેલું દેવળીયા અને ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક તમામ પ્રવાસીઓ માટે ફરી એક વખત ખુલ્લું જોવા મળશે. કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે આપેલા પ્રતિબંધાત્મક આદેશોને કારણે પાછલા 45 દિવસ કરતા વધુ સમયથી સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય દેવળીયા અને આંબરડી સફારી પાર્ક બંધ જોવા મળતું હતું.
ને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજથી પ્રવાસીઓ માટે ખૂલશે તમામ પ્રવાસીઓ માટે પ્રાણી સંગ્રહાલય ખુલ્લું મૂકવાનો નિર્ણય કરાયો
ગુજરાતમાં ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના વન વિભાગે દેવળીયા આંબરડી સફારી પાર્ક અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને આજથી ફરી એક વખત તમામ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે.
ને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આજથી પ્રવાસીઓ માટે ખૂલશે આ પણ વાંચો : જામનગરમાં બાગ બગીચા ખુલ્યા, બે મહિના બાદ શહેરીજનો નીકળ્યા મોર્નિંગ વોક પર
કોરોના ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન કરવાની શરતે જ પ્રવેશ
વાયરસની ગંભીરતાને ધ્યાને રાખીને વનવિભાગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને દેવડિયા તેમજ આંબરડી સફારી પાર્કમાં આવતા પ્રત્યેક પ્રવાસીઓ પાસેથી કોરોના ગાઇડ લાઇનનો ચુસ્ત પાલન કરવાની શરતે તેમણે સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ કરવા દેવામાં આવશે. પ્રવેશ દ્વારની નજીક જ પ્રત્યેક વ્યક્તિને સેનીટાઇઝ કરવામાં આવશે અને તેમનું ટેમ્પરેચર યોગ્ય છે કે નહિ તેની પ્રથમ કર્મચારીઓ દ્વારા જાતે તપાસ કર્યા પછી જ તમામ પ્રવાસીઓને સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશ કરવા દેવામાં આવશે.
આ પણ વાંચો : વડોદરા અનલોકમાં સરકારની ભેદભાવભરી નીતિ સામે કલાકારોમાં રોષ
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિદિન 500 જેટલા પ્રવાસીઓને પ્રવેશવાની મંજૂરી
પહેલા તબક્કાના સંક્રમણ પછી સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિદિન 500 જેટલા પ્રવાસીઓને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. પ્રવાસીઓની આ મર્યાદાને આ વખતે દૂર કરી દેવામાં આવી છે. સવારના 8થી લઈને સાંજના 5 વાગ્યા સુધી જેટલા પ્રવાસીઓ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કમાં મુલાકાત માટે આવશે તે તમામને જવા દેવાની છૂટ વન વિભાગે આપી છે.