રેવન્યુ કર્મચારીઓની હડતાળ છતાં આસાન થયાં અરજદારોના કામ - Affiliate Office
માંગરોળ: જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રેવન્યુ વિભાગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગોણીને લઈને હડતાળ પર ઉતર્યા છે ત્યારે માંગરોળ મામલતદાર કચેરીની કામગીરી રેવન્યુ તલાટીઓને સોપાતા ખેડૂતોના કામ આસાનીથી થઈ રહ્યાં છે.
મામલતદાર કચેરી, માંગરોળ
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં 59 ગામ આવેલા છે અને આ 59 ગામની કચેરીઓના કામ મામલતદાર કચેરી ખાતે થાય છે. હાલમાં રેવન્યુ કર્મચારીઓ એટલે કે નાયબ મામલતદારો પોતાની વિવિધ માગણીને લઈને હડતાળ પર ઉતર્યા છે ત્યારે માંગરોળ મામલતદાર ઓફીસમાં ખેડૂતો, વિદ્યાર્થીઓ તેમજ અરજદારોના કામ પહેલાંની જેમ સરળતાથી થાય તે માટે માંગરોળ મામલતદાર દ્વારા રેવન્યુ તલાટીને કામગીરી સોંપાતા કામ રાબેતા મુજબ થતાં અરજદારો અને ખેડૂતોમાં હાશકારો થયો છે.