ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરના સિંહો બની રહયા છે સજાતીય ? દેવળિયાના બે સિંહો પર લાગ્યો ગે હોવાનો આક્ષેપ - lions

જૂનાગઢઃ ગીરની શાન કેસરી પણ સજાતીય બની રહયા છે. દેવળિયા સફારી પાર્કમાં રહેલા બે સિંહો સજાતીય હોવાનું બહાર આવી રહ્યું છે. જેને વન વિભાગના અધિકારીઓ પણ સમર્થન આપી રહયા છે. સિંહોમાં આવી વર્તણુક સામાન્ય ક્યારે ના ગણી શકાય પણ કેટલાક સિંહો સજાતીય બની જતા ગીરના જંગલોમાં સંશોધન કરવા માટે ઉત્સુક સંશોધનકારો માટે એક નવા વિષયની જાણકારી મળી છે. જેના પર આગામી દિવસોમાં સંશોધનકારો જીણવટ ભર્યો અભ્યાસ કરીને સિંહોના સજાતીય બનવા પર વધુ અભ્યાસ કરીને કોઈ ચોક્કસ તારણ પર આવશે.

સ્પોટ ફોટો

By

Published : Sep 25, 2019, 5:59 PM IST

સમગ્ર એશિયામાં એક માત્ર ગીરના જંગલોમાં જોવા મળતા ગીર કેસરીને લઈને હવે અનેક નવા ખુલાસા થઇ રહ્યા છે. ગીર જગલમાં આવેલા દેવળિયા સફારી પાર્કમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળતા બે નર સિંહ ગે હોવાની કેટલીક હકીકતો બહાર આવી રહી છે. જેને લઈને વન વિભાગ દ્વારા પણ સમગ્ર મામલાને એક રૂટિન પ્રક્રિયા ગણાવી છે. સામાન્ય સંજોગોમાં આવી કોઈ પણ વૃત્તિ કે પ્રવૃત્તિ સિંહોના જોવા મળી નથી પણ કેટલાક સંશોધનકારો આ વાતને લઈને તેમના પુસ્તકોમાં ઉલ્લેખ કરતા સમગ્ર મામલો ગરમાયો છે.

ગીરના સિંહો બની રહયા છે સજાતીય ? દેવળિયાના બે સિંહો પર લાગ્યો ગે હોવાનો આક્ષેપ

સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓ આવી કોઈ વર્તણુક સિંહોમાં નિયમિત અને દૈનિક ધોરણે જોવા મળી હોય તેવો કોઈ પુરાવો આજ દિન સુધી મળ્યો નથી. પરંતુ, એક જગ્યાએ રહેતા હોવાને કારણે આવી કોઈ વર્તણુક જોવા મળી હોય તેને સામાન્ય માનવામાં આવે છે. સજાતીય સંબધો દીપડાઓમાં સમયાંતરે જોવા મળ્યા છે. પરંતુ, સિંહોમાં આવી કોઈ સમસ્યા હોય તેવું કહેવું અઘરું છે. સામાન્ય સંજોગોમાં જાતીય આવેગને લઈને વિજાતીય પ્રાણીની ગેર હાજરીના સમયે સિંહોની પ્રજાતિઓમાં ક્યારેક આવું બન્યું હશે. પરંતુ, સિંહો સજાતીય બની રહ્યાં છે તેવું કહેવું ભૂલ ભરેલું હશે.

દેવળીયા સફારી પાર્કમાં રહેલા ગૌતમ અને ગૌરવ આવા સજાતિ સંબધો ધરાવે છે. તેવું કેટલાક એન,જી,ઓ કહી રહયા છે. આ બે સિંહો દ્વારા થોડા સમય પહેલા વન વિભાગના બે ફોરેસ્ટ ગાર્ડ પર પણ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યા હતાં, ત્યારે ફરીથી ગૌરવ અને ગૌતમ સજાતીય સંબંધોને લઈને ફરીથી ચર્ચાનું કેદ્ર બન્યા છે. આ સમગ્ર મામલે સિંહોના વર્તણુક પર કોઈ જીવ વિજ્ઞાનિક દ્વારા પૃથ્થકરણ કરવામાં નહિ આવે ત્યાં સુધી સિંહો પણ ગે છે જેને લઈને ચર્ચાઓ અવિરત પણે ચાલતી રહેશે. પરંતુ, તેને માનવું મુશ્કેલી ભર્યું હશે.

ABOUT THE AUTHOR

...view details