કુદરત અને પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાતા તેમજ સીંહોની જેમ જ શેડ્યુલ વન કેટેગરીમાં આવતા ગીધ પક્ષી આજે લુપ્ત થઈ રહ્યા છે, જે વન્ય તેમજ પ્રક્રૃતી પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે. ગીધ પક્ષી જ્યારે પણ કોઈ પશુનું મોત થાય છે. તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેનાથી રોગચાળો પણ અટકે છે.
પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાતા 'ગીધ'ની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો - gir
ગીર સોમનાથ: એશિયાટીક સિંહ અને અન્ય અલભ્ય પ્રાણીઓની જેમ ભારતીય વન અધિનિયમમાં શેડ્યુલ 1 કેટેગરીમાં આવતા ગીધ ગીરમાં ભારે માત્રામાં વિચરણ કરે છે. ત્યારે ગીધની સંખ્યામાં ઘટાડા માટે પાલતુ પશુઓને અપાતી દવાઓ અને ત્યારબાદ તેના મૃતદેહને ખુલ્લામાં મુકવાથી ગીધ દ્વારા તેને ખાવાના કારણે આજે ગીધની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો થયો છે.

પ્રવર્તમાન પરિસ્થિતીમાં વનવીભાગના મતે પાલતુ પશુઓને દુધની ગુણવત્તા વધારવા તેને રોગ અટકાવવા માટે આજે વિવિધ એલોપેથીક દવાઓ વપરાય છે જે બીમાર પશુનું મોત થાય અને તેનો ગીધ ખોરાક તરીકે ઊપયોગ કરે ત્યારે ગીધ બીમાર પડી મોત પામે છે. જ્યારે આ પરિસ્થિતીમાં પણ આજે દેવળીયા તેમજ ગીર અભ્યારણ્યમાં સારી માત્રામાં ગીધપક્ષીઓ જોવા મળે છે જે ગૌરવની વાત છે.
ગીર વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ઓફિસરનું કેહવું છે કે "ગીધને પ્રક્રૃતીનું સફાઈ કામદાર મનાય છે ત્યારે આજે તેની સંખ્યામાં ચિંતા જનક ઘટાડો થયો છે જ્યારે પાલતુ પશુઓને દુધની ગુણવત્તા વધારવા માટે તેમજ બીમારી માટે વપરાતી દવાઓ બાદ જે પશુ મોતને ભેટે છે તેનો ખોરાક તરીકે ગીધ ઉપયોગ કરે છે જેના કારણે ગીધપક્ષીની કીડની ડેમેજ થતા ગીધ મોત પામે છે આમ છત્તા ગીરમાં ગીધ સારી માત્રામાં વસે છે જે સૌ માટે ખુશીની વાત છે''