જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી આજે એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસ જ ચકચાર મચી ગઇ હતી. કોઈ અજાણી વ્યક્તિનો મૃતદેહ સરોવરમાં પડ્યો હોવાની જાણ કેટલાક સેવાભાવી લોકોએ જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો - latest crime news in junagadh
જૂનાગઢ: શહેરના નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. તળાવમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોને કરતા ફાયર બ્રિગેડ નરસિંહ મહેતા સરોવરમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડ્યો હતો.
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો
જ્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં પડી મૃતદેહને બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વર્ષના પ્રથમ દિવસે નરસિંહ મહેતા સરોવરમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા શહેરમાં પણ ચકચાર મચી ગઈ હતી.