જૂનાગઢઃ જિલ્લામાં બુધવારે બપોર બાદ જૂનાગઢ અને ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેતીના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું, ત્યારે કમોસમી માવઠુ ગીરની કેસર પર જાણે કે કહેર બનીને વરસી રહ્યું હોય તે પ્રકારે ખૂબ જ વ્યાપક અને મોટું નુકસાન થવાનો અંદાજ ખેડૂતોએ લગાવી લીધો છે.
જૂનાગઢ અને ગીર પંથકમાં પડેલા કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન - કેરીના પાકને વ્યાપક નુકસાન
કમોસમી વરસાદ ગીરની કેસર કેરી માટે કહેર બનીને વરસી રહ્યો છે. બુધવારના રોજ અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે.

જૂનાગઢ અને ગીર પંથકમાં પડેલા કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન
જૂનાગઢ અને ગીર પંથકમાં પડેલા કમોસમી વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન
lockdownને કારણે શિયાળુ પાક ખેતરમાં જ પડી રહેતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો સમય આવ્યો હતો, ત્યારે અચાનક વાતાવરણમાં ભારે પલટો આવતા પવન સાથે ધોધમાર વરસાદ પડતા હવે કેસર કેરીની ખેતી કરતા ખેડૂતોને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન સહન કરવાનો સમય આવી શકે છે. જેને લઇને જગતનો તાત ભારે ચિંતાની સાથે ખૂબ મોટી વિસામણમાં મુકાયેલો જોવા મળી રહ્યો છે.