ગુજરાત

gujarat

ETV Bharat / state

જુનાગઢ જિલ્લ્માં વધુ વરસાદ કારણે કપાસના પાકને નુકશાન, ધરતીપુત્રો મુજવણમાં - ખેડૂતોની ચિંતા

સમગ્ર રાજ્યમાં જ્યારે મેઘમહેર છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં હાબેલાધાર વરસાદ પડ્યો છે. જૂનાગઢ નજીક તેમજ તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે. હવે વિપરીત અસરો સામે આવી રહી છે. ભાદરવામાં ભારે વરસાદ થવાને કારણે કપાસના પાકને જૂનાગઢ પંથકમા નુકસાન સામે આવી રહ્યું છે. જેને લઈને ખેડૂતોની ચિંતાઓ વઘી રહી છે.

જુનાગઢ જિલ્લ્માં વધુ વરસાદ કારણે કપાસના પાકને નુકશાન, ધરતીપુત્રો મુજવણમાં
જુનાગઢ જિલ્લ્માં વધુ વરસાદ કારણે કપાસના પાકને નુકશાન, ધરતીપુત્રો મુજવણમાં

By

Published : Sep 29, 2021, 10:06 PM IST

  • વધુ વરસાદ કારણે ધરતીપુત્રની ચિંતામાં વધારો
  • જુનાગઢ પંથકમાં ચાલીસ હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર
  • કપાસના બજારના ભાવો આ વર્ષે ઉચાઃ એપીએમસીના અધિકારી

જૂનાગઢઃ ચોમાસાના ભરપુર મહિના એવા અષાઢ મહિનામાં વરસાદની ભારે ખેંચ જોવા મળી હતી. ત્યારે સમગ્ર રાજ્યમાં જ્યારે છેલ્લા કેટલાક સમયથી મેઘ મહેર ચાલુ છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં મુશળધાર વરસાદ પડ્યો છે. જૂનાગઢ નજીક તેમજ તાલુકામાં વધુ વરસાદ પડ્યો છે તો વધુ વરસાદના કારણે હવે વિપરીત અસરો સામે આવી રહી છે. ભાદરવામાં ભારે વરસાદ થવાને કારણે કપાસના પાકને જૂનાગઢ પંથકમા નુકસાન સામે આવી રહ્યું છે. જેને લઈને ખેડૂતોની ચિંતાઓ વઘી રહી છે.


સોરઠની ધરતી ઉપર વધુ વરસાદ કારણે ધરતીપુત્ર ચિંતામાં મુકાયા છે. કારણે કે, વધુ વરસાદ પડવાને કારણે કૃષિક્ષેત્ર નુકસાન સામે આવી રહ્યું છે. જુનાગઢ પંથકમાં કપાસના છોડ અને ઉત્પાદનમાં વિપરીત અસરો જોવા મળી રહી છે. પાણીની તંગીને કારણે ખેડૂતોને કપાસના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હતી ત્યારે હવે ભાદરવા મહિનામાં કપાસના પાકને પાણી ભરાઈ જવાને કારણે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે હજુ પણ વરસાદની આગાહીના પગલે કપાસના પાકને નુકશાનીથી ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે.

ચાલીસ હજાર હેક્ટરમાં પાકનું થયું છે વાવેતર
જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી રાઠોડે ETV ભારતને જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લામાં 40.000 હેક્ટરની આસપાસ કપાસનું વાવેતર થયું છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કપાસના પાકને વધુ પાણી મળવાને કારણે નુકસાન થઈ રહ્યું છે.

જુનાગઢ જિલ્લ્માં વધુ વરસાદ કારણે કપાસના પાકને નુકશાન,
આંતરરાષ્ટ્રીય બજારોમાં કપાસની નિકાસ પર ભાવ આધારિત હોય છે.જુનાગઢ એપીએમસીના સચિવ પીએસ ગજેરા ETV ભારતને જણાવ્યું કે, જુનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગત વર્ષે મધ્યમ કપાસના 800થી 1000 રૂપિયા તેમજ સારા કપાસના 1300થી 1350 રૂપિયા સુધીના બજારભાવો ઉપજ્યા હતા. કપાસના બજાર ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં કપાસની નિકાસ અને ખાસ કરીને ભારતના કપાસની માંગ પર આધારિત હોય છે. જ્યારે કપાસનું ઉત્પાદન થશે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માંગ અને ભારતના કપાસની ખરીદી ઉપર કપાસના ભાવ વધારાની શક્યતાઓ જોવાઇ શકે છે.પરંતુ ગત વર્ષે કરતાં આ વર્ષે ઉત્પાદન સારુ હશે તો કપાસના સારા ભાવ મળી શકે તેવી શક્યતાઓ એપીએમસીના સચિવ ગજેરાએ વ્યક્ત કરી છે

ABOUT THE AUTHOR

...view details