ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોળના દરિયામાં 'મહા' વાવઝોડાની અસર, 2નંબરનું સિગ્નલ, માછીમારોને કરાયા સંતર્ક - junagadh news

જૂનાગઢઃ જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. માંગરોળ સહિતના પંથકોમાં મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. તેથી માંગરોળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગવવામાં આવ્યું છે. માછીમારોને આ સમયે માછીમારી ન કરવાની સૂચના અપાઈ છે.

વાવઝોડાની અસર

By

Published : Nov 2, 2019, 11:10 AM IST

Updated : Nov 2, 2019, 11:59 AM IST

માંગરોળના દરિયા કિનારે વાવાઝોડાની અસર જોવા મળતા તંત્રએ લોકસુરક્ષાને ધ્યાનમાં રાખી અસરગ્રસ્ત વિસ્તારો પર 2નંબરનું સિગ્નલ જાહેર કર્યુ છે. તેમજ આ સમયે માછીમારોને માછીમારી કરવાની મનાઈ કરાઇ છે.

માંગરોળના દરિયામાં 'મહા' વાવઝોડાની અસર,

માંગરોળ સહિત માળીયા હાટીનાના કેટલાક વિસ્તારોમાં વાવઝોડાની અસર જોવા મળી છે. ઝરમર વરસાદની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી દરિયાઈ વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. ઉપરાંત માંગરોળ પરથી તમામ બોટોને લાગરી દેવાઈ છે. તંત્ર દ્વારા માછીમારોને દરીયો ન ખેડવાની સૂચના અપાઈ છે. કારણ કે, માંગરોળ દરિયામાં કરંટ જોવા મળ્યો છે. જેથી દરિયાઈ વિસ્તારો પર સુરક્ષાનો વધારો કરાયો છે.

Last Updated : Nov 2, 2019, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details