માંગરોળ:ચક્રવાત 'બિપરજોય'નો ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બિપરજોય વાવાઝોડાની અસરને પગલે માંગરોળનો દરિયો રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. 1982 બાદ પ્રથમ વખત આ પ્રકારે દરિયાના મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે જે વાવાઝોડાની ચિંતામાં વધારો કરી રહ્યા છે.
Cyclone Biparjoy: વાવાઝોડાની અસરને પગલે માંગરોળનો દરિયો રોદ્ર સ્વરૂપમાં, 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા - Cyclones in Gujarat
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલ 'બિપરજોય' વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે. ત્યારે જૂનાગઢના માંગરોળનો દરિયાએ વાવાઝોડાની અસરને પગલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
![Cyclone Biparjoy: વાવાઝોડાની અસરને પગલે માંગરોળનો દરિયો રોદ્ર સ્વરૂપમાં, 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા Cyclone Biparjoy:](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/1200-675-18737719-thumbnail-16x9-jpg.jpg)
માંગરોળનો દરિયો રુદ્ર સ્વરૂપમાં: વાવાઝોડાના ખતરાને પગલે માંગરોળનો દરિયો ભારે તોફાની થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 1982માં આવેલી હોનારત બાદ આ પ્રકારે દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની અસરને કારણે દરિયામાં 20 ફૂટ કરતાં વધારે ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાનું પાણી છેક બંદર પર બનાવવામાં આવેલા માર્ગો પર પણ ફરી વળ્યું હતું. દરિયાનું આ ભયાનક રૌદ્ર સ્વરૂપ પાછલા 30 વર્ષમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે. હજુ પણ બે દિવસ સુધી દરિયાની આ પરિસ્થિતિ સતત જોવા મળશે.
બોટોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાઈ: દરિયાકાંઠા વિસ્તારમાં તમામ માછીમારીની બોટોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવી છે. હાલ એક પણ વ્યક્તિ માછીમારીની બોટ સાથે દરિયામાં જોવા મળતો નથી. પરંતુ જે રીતે દરિયાનું અતિ રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે તે નવી ચિંતા ઊભી કરે છે. મહાકાય સમુદ્રી મોજા વાવાઝોડાની ભયાનકતાના જાણે કે દર્શન કરાવતા હોય તે પ્રકારે સતત ઉછળતા જોવા મળે છે. જેને કારણે પણ માંગરોળ બંદર અને આસપાસના લોકોમાં ખૂબ જ ચિંતા જોવા મળી છે.
- Cyclones in Gujarat : ગુજરાત પર આવેલા વાવાઝોડાંની વિનાશલીલા, બિપરજોય વાવાઝોડું કેવું નીવડશે?
- Cyclone Biparjoy : ગુજરાતમાં વાવાઝોડાને લઈને 80થી વધુ ટ્રેનો રદ, માત્ર અમુક ટ્રેનો જ દોડશે ધીમી ગતિએ
- Cyclone Biparjoy Update : કચ્છમાં બિપરજોય વાવાઝોડા સામે લડવા સજજ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો, ક્યાં મૂકાઇ જૂઓ
- Cyclone Biparjoy: ચક્રવાતી બિપરજોયને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન સતર્ક, હેલ્પલાઈન નંબર જારી કર્યા