જૂનાગઢ:બિપોરજોય વાવાઝોડું ગુજરાતના તટીય વિસ્તાર પર સ્પર્શ કરીને અંતે પૂરું થયું છે. આ સમય દરમિયાન વાવાઝોડાની તીવ્રતા અને ગુજરાતના દરિયાકાંઠાને સ્પર્શ કરીને વાવાઝોડું ખૂબ મોટું નુકસાન કરશે તેવી તમામ શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. પરંતુ પાછલા વર્ષોનો અનુભવ અને ખાસ કરીને ગિર અને સિંહોને પેટ્રોલિંગ અને રેડિયો કોલર મારફતે સુરક્ષિત કરીને સૌથી ઓછું નુકસાન થાય તે માટેનો પ્રયાસો વન વિભાગ દ્વારા કર્યા હતા. જેમાં વન વિભાગને સફળતા મળી છે. ગીરની સાથે સિંહોને પણ નગણ્ય નુકસાનની સાથે વાવાઝોડું હેમખેમ પસાર થયું છે.
Cyclone Biparjoy Landfall Impact: બિપરજોય વાવાઝોડાથી ગીરનું જંગલ અને સિંહો સલામત, જુઓ ETVનો રિપોર્ટ - ગીરનું જંગલ અને સિંહો સલામત
બિપરજોય વાવાઝોડાને પગલે ગીરના સિંહ અને જંગલને કોઈ નુકસાન થયા હોવાના સમાચાર સામે આવ્યા નથી. બે વર્ષ પહેલા ત્રાટકેલા તોકતે વાવાઝોડા અનુભવોને ધ્યાનમાં લઈને આ વખતે વન વિભાગના કર્મચારીઓની દેખરેખ હેઠળ તમામ સિંહોને સુરક્ષિત કરાયા હતા. આ અંગે ETVની ટીમ ગીરના જંગલમાં પહોંચી હતી. જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ
પાછલા વર્ષોનો અનુભવ લાગ્યો કામે: ગીર અને સિંહને સુરક્ષિત કરવાને લઈને પાછલા વર્ષોનો અનુભવ વન વિભાગને કામે લાગ્યો છે. ગીર પૂર્વના રાજુલા થી લઈને શત્રુંજય ડેમ વિસ્તાર સુધીમાં ફેલાયેલા સિંહ પરિવારોને સુરક્ષા આપવાથી લઈને વન વિભાગે રાજ્ય સરકારના પરામર્સની સાથે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી સિંહોને સુરક્ષિત રાખવામાં સફળતા મળી છે. સિંહોની સુરક્ષાને લઈને ગીર પુર્વના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા રેવન્યુ વિસ્તારમાં જોવા મળતા 50 કરતાં વધુ સિંહ પરિવારોને રેડિયો કોલર પહેરાવીને સેટેલાઈટ મારફતે તેમજ જે સિંહને રેડિયો કોલરથી સુરક્ષિત કરાયા નથી. તેઓ ગીર પુર્વની દરિયાકાંઠા વિસ્તારની રેન્જમાં જોવા મળે છે તેવા તમામ સિંહોને વન વિભાગના કર્મચારીઓની દેખરેખ નીચે સુરક્ષિત કરાયા હતા.
2015માં થયા હતા સિંહોના મોત:વર્ષ 2015માં ગીર પૂર્વના અમરેલી ધારી લીલીયા સાવરકુંડલા રાજુલા અને જાફરાબાદ પંથકમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે 20 કરતાં વધુ સિંહના મોત થયા હતા. કેટલાક સિંહો અતિ ભારે વરસાદને કારણે ગુમ થયા હતા. આ પ્રકારની પરિસ્થિતિ આ વર્ષના વાવાઝોડાને લઈને જોવા મળતી નથી. ખાસ કરીને ગીર પૂર્વ અને ગીરી પશ્ચિમમાં ચોમાસા અને વાવાઝોડાની સ્થિતિમાં સિંહ પરિવારોને કઈ રીતે સુરક્ષિત કરી શકાય તે અંગેનો મહાવરો અને પાછલા અનુભવો આ વર્ષે વાવાઝોડામાં વન વિભાગની સાથે જિલ્લા વહીવટી તંત્રને ઉપયોગી સાબિત થયા છે. જેને કારણે સિહ સાથે ગીરના જંગલની પણ વાવાઝોડા સામે સુરક્ષા થઈ શકે છે.