દેશી વર્ષા વિજ્ઞાન આગાહીકાર સાથે ખાસ વાતચીત જૂનાગઢ:સંભવિત બિપલજોય વાવાઝોડું ગુજરાતમાં પાછલા ચાર દિવસથી ત્રાટકવાને લઈને અનિશ્ચિતતા ભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. આજે વર્ષા વિજ્ઞાન આગાહીકાર મોહનભાઈ દલસાણીયાએ નૈઋત્યના પવનો ફુકાવાને કારણે વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી બિલકુલ ટળી શકે છે તેઓ પોતાનો અલગ અંદાજ વ્યક્ત કર્યો છે. પૂર્વના પવનો વાવાઝોડાને ગુજરાત તરફ ખેંચી રહ્યા હતા પરંતુ નૈઋત્યના પવનો વાવાઝોડાને દૂર કરીને થોડે ઘણે અંશે વરસાદની શક્યતાઓ ઊભી કરી છે.
વાવાઝોડાનો ખતરો ટળી શકે છે:બિપરજોય વાવાઝોડું પાછલા પાંચ દિવસથી સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાને ઘમરોડે તે પ્રકારનું વાતાવરણ ઊભું થયું હતું સોમવાર સુધી એવી સ્પષ્ટ નિશાનીઓ મળતી હતી કે વાવાઝોડુ ચોક્કસપણે સૌરાષ્ટ્ર કચ્છના અને ખાસ કરીને જખ્ખો માંડવી નજીક સ્પર્શ કરશે તેવી તમામ શક્યતાઓ જોવા મળતી હતી પરંતુ આજે વાવાઝોડું ગુજરાતથી દૂર જતું રહ્યું છે તેઓ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
પૂર્વ અને નૈઋત્યના પવન મહત્વના: સોમવાર બાદ પૂર્વના પવનોમાં ફેરફાર આવ્યો અને પવનો નૈઋત્ય દિશામાંથી ફુકાવા લાગ્યા છે. આ પવનો જાણે કે ગુજરાત માટે સારા સમાચાર લઈને આવ્યા હોય તે પ્રકારના દિશા નિર્દેશો પ્રાપ્ત થઈ રહ્યા છે. નૈઋત્યના પવનોને કારણે જે વાવાઝોડું ગુજરાતની દરિયા કાઠા પર સ્પર્શ થવાનું હતું તે હવે ધીમે ધીમે ગુજરાતથી દૂર જતું જાય છે. સંભવત તે પાકિસ્તાન અથવા તો અરબી સમુદ્રમાં સમાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
'આગામી 24 કલાક વાવાઝોડાને લઈને ખૂબ જ મહત્વના છે. આવતીકાલ સાંજ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા કચ્છ દ્વારકા પોરબંદર માંગરોળ સહિતના આસપાસના વિસ્તારોમાં 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વાવાઝોડાને કારણે ચોમાસામાં થોડો અંતરાલ પડી શકે છે પરંતુ સમગ્ર વર્ષ 12 આની જેટલું થાય તેવી શક્યતાઓ વર્તમાન સમયના હવામાન અને વાતાવરણની જે ગતિવિધિ જોવા મળે છે તેના પરથી શક્યતાઓ વ્યક્ત થઇ શકે છે.' -ધીમંત વઘાસીયા, સહ સંશોધક હવામાન વિભાગ
ચોમાસુ દૂર: વાવાઝોડું ગુજરાતના ચોમાસાને પણ સાથે સાથે લઈ ગયું છે. હવે જુલાઈ મહિના દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. 10 મી જુલાઈ બાદ ફરી એક વખત ચોમાસાનો માહોલ જોવા મળશે જે ઓગસ્ટ મહિના સુધી સાર્વત્રિક રીતે દેખાશે. ઓગસ્ટ મહિના બાદ વરસાદમાં ફરી એક મોટો વિરામ આવી શકે છે ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
- Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
- Biporjoy Cyclone: વાવાઝોડાની અસર શરૂ થતાં દરિયા કિનારે ભારે કરંટ, વાવાઝોડું જખૌથી 280 કિલોમીટર દૂર