જૂનાગઢ: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલા મોટીઘંસારી ગામના અશોક ચુડાસમા નામના યુવાને જૂનાગઢની હોસ્પિટલમાં આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકે છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી.
જૂનાગઢની હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત યુવાને કરી આત્મહત્યા, છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ - જૂનાગઢમાં કોરોનાના કેસ
રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ સાથે જ મોતનો આંકડો પણ વધી રહ્યો છે, ત્યારે જૂનાગઢના કેશોદમાં આવેલા મોટીઘંસારી ગામના અશોક ચુડાસમા નામના યુવાને જૂનાગઢની હોસ્પિટલમાં આત્મહત્યા કરી લીધી હતી. આ યુવકે છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી હતી.

યુવકે કોરોનાના કારણે કર્યો આપઘાત
યુવકે કોરોનાના કારણે આપઘાત
મળતી માહિતી મુજબ, યુવક કોરોના પોઝિટિવ હતો. તેણે જૂનાગઢમાં આવેલી એક ખાનગી હોસ્પિટલની બિલ્ડીંગ ઉપરથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. યુવકે છઠ્ઠા માળેથી છલાંગ લગાવી હતી. જેથી દર્દીનું મોત નીપજ્યું હતું. આ યુવક હોસ્પિટલમાં 3 દિવસથી દાખલ હતો.