જૂનાગઢ : પાછલા 19 દિવસ દરમિયાન અને ત્રીજા તેમજ ચોથા લોકડાઉનમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં ધીમા પરંતુ મક્કમ દરે વધારો જોવા મળી રહ્યો છે. જે જૂનાગઢ જિલ્લા માટે ખૂબ જ ચિંતાની વાત બની શકે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં 5 ભેસાણ અને વિસાવદરમાં 4 જૂનાગઢ અને માંગરોળમાં 2 તેમજ માળીયા અને માણાવદરમાં 1 સંક્રમિત કેસ હજુ સુધી નોંધાયો છે. જે પૈકી ભેસાણ માંગરોળ અને જૂનાગઢના 4 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
જૂનાગઢમાં ધીમા પરંતુ મક્કમ દરે વધી રહ્યા છે કોરોનાના પોઝિટિવ કેસ - જૂનાગઢ જિલ્લામાં 15 જેટલા એક્ટિવ કેસ
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગત 19 દિવસમાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ધીમા પરંતુ મક્કમ દરે આગળ વધી રહી છે. ત્યારે વધી રહેલા કોરોના સંક્રમણ કેસને લઈને જિલ્લા વહીવટી તંત્રમા પણ હડકંપ મચી ગયો છે.

જૂનાગઢમાં કોરોના સંક્રમિત કેસો
જૂનાગઢમાં ધીમા પરંતુ મક્કમ દરે વધી રહ્યા છે, કોરોના સંક્રમિત કેસો
હાલ જૂનાગઢ જિલ્લામાં 15 જેટલા એક્ટિવ કેસ સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જેની સારવાર હજુ ચાલુ રાખવામાં આવી છે. પરંતુ જે પ્રકારે જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમિત કેસોની સંખ્યા જેમ જેમ વધી રહી છે, તેને લઈને જિલ્લા વહીવટી તંત્રમાં ચિંતા વ્યાપી ગઈ છે.