કોરોના સંક્રમણની અસર ભવનાથ તળેટીમાં આવેલા આશ્રમો, વાડીઓ અને ધર્મશાળાઓ પર જોવા મળી - Girnar Bhavnath Taleti
દર વર્ષે શ્રાવણ મહિનામાં ભવનાથની તળેટી ભક્તોથી છલકાતી જોવા મળતી હતી. તે આ વર્ષે કોરોના મહામારીના કારણે સુમ-સામ વર્તાઈ રહી છે. જેની ભવનાથ આશ્રમ, જ્ઞાતિની વાડી અને ધર્મશાળામાં પર જોવા મળી રહી છે.
![કોરોના સંક્રમણની અસર ભવનાથ તળેટીમાં આવેલા આશ્રમો, વાડીઓ અને ધર્મશાળાઓ પર જોવા મળી જૂનાગઢ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8125262-thumbnail-3x2-jnd.jpg)
જૂનાગઢ
જૂનાગઢઃ કોરોના સંક્રમણ હવે વ્યાપક બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ગત વર્ષે શ્રાવણ મહિનામાં ગિરનારની ભવનાથ તળેટીમાં લાખોની સંખ્યામાં ભાવિકો ભગવાન ભવનાથ મહાદેવના દર્શન માટે દેશ અને દુનિયામાંથી આવ્યા હતા. પરંતુ આજે કોરોના વાઈરસના સંક્રમણના કારણે ભવનાથ અને ગિરિ તળેટી શિવભક્તો ભાવિકો અને યાત્રિકો વિના સુમ-સામ જોવા મળી રહી છે.
કોરોના સંક્રમણની અસર ભવનાથ તળેટીમાં આવેલા આશ્રમો, વાડીઓ અને ધર્મશાળાઓ પર જોવા મળી