જૂનાગઢઃ અમરેલી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પાછળના દિવસોની સરખામણીએ છેલ્લા 24 કલાકમાં સંક્રમિત કેસોની(Corona Case Update in Junagadh) સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ છે. કોરોનાનું સંક્રમણ સમગ્ર રાજ્યમાં (Corona Cases in Gujarat) વધી રહ્યું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોની સામે રસીકરણ અભિયાનમાં બ્રેક લાગતી જોવા મળી રહી છે. તેને કારણે પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં (Corona Cases in Gir Somnath) મળીને 450 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા છે.
જુનાગઢ, પોરબંદર અને અમરેલીમાં બેફામ વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ શહેર અને કોર્પોરેશન વિસ્તારમાં 159 જેટલા કેસો સામે આવ્યા છે. અમરેલીમાં કોરોના કેસ 128 (Corona Cases in Amreli) અને પોરબંદરમાં કોરોના કેસ 117 જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા છે. જે પાછલા દિવસોની સરખામણીએ ખૂબ જ વધારે જોવા મળે છે સતત વધતા કોરોના સંક્રમણની વચ્ચે રસીકરણ અભિયાનને (Vaccination Campaign in india) પણ બ્રેક લાગતી જોવા મળી રહી છે.