જૂનાગઢ : ધારાસભ્ય સંજય કોરડીયાએ કોરોના સંક્રમણની સંભવિત લહેર (Sanjay Koradia visiting Civil Hospital) લઈને આરોગ્ય તંત્ર કેટલું મજબૂત રીતે કામ કરી રહ્યું છે તેને લઈને હોસ્પિટલની મુલાકાત કરી હતી. કોરોના સંક્રમણને લઈને કરવામાં આવેલી તૈયારીઓ યોગ્ય જણાય હતી, પરંતુ સફાઈ હોસ્પિટલના બિલ્ડીંગનું મેન્ટેનન્સ અને જુનાગઢ સિવિલ અને મેડિકલ કોલેજમાં ડોક્ટરોની ખાલી જગ્યા અંગેના ચોકાવનારા આંકડાઓ સામે આવ્યા હતા. હોસ્પિટલ તંત્રને તમામ સુવિધાઓ તેમની કક્ષાએથી પૂર્ણ કરવામાં આવે અને તબીબોની ખાલી જગ્યાઓ રાજ્યની સરકાર તાકીદે ભરે તે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત કરવાનું જણાવ્યું હતું. (Corona case in Junagadh)
ધારાસભ્યની સિવિલ હોસ્પિટલની મુલાકાતસમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણની ચોથી લહેર મુશ્કેલી સર્જી રહી છે, ત્યારે હોસ્પિટલમાં કોરોના સંક્રમણને લઈને જે તૈયારીઓ કરવામાં આવી છે. તેની જાત માહિતી ધારાસભ્ય સંજય કોરડીયાએ મેળવી હતી. કોરોના વોર્ડમાં ઊભી કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓને લઈને સંજય કોરડીયાએ ભરોસો વ્યક્ત કર્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ખાલી ડોક્ટરની જગ્યા અને જે ડોક્ટરો હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તે સમયસર હોસ્પિટલમાં હાજર નથી રહેતા તેને લઈને તેમણે તેમની સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. (Junagadh Civil Hospital)
હોસ્પિટલમાં તબીબોની ઘટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક તબીબ અને મેડિકલ કોલેજના ડીનને સમગ્ર મામલામાં ખૂબ જ ચોકસાઈ ભર્યું કામ કરવાની સૂચના આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે ડોક્ટરો નિમણૂક થઈ હોવા છતાં પણ હોસ્પિટલમાં નિયમિત ફરજ બજાવતા નથી. તેવા તમામ ડોક્ટરો વિરુદ્ધ આકરી કાર્યવાહી હોસ્પિટલ કક્ષાએથી થાય તેવી વાત પણ તેણે કરી હતી. જુનાગઢ સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ડોક્ટરોની ખૂબ મોટી ઘટ સામે આવી છે. મેડિકલ કોલેજ અને જુનાગઢ સરકારી સિવિલ હોસ્પિટલમાં 144 જેટલા વિષય નિષ્ણાત અને અન્ય મળીને કુલ 144 જેટલા તબીબોની જગ્યાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં હાલ માત્ર 27 જેટલા જ કાયમી તબીબો કામ કરી રહ્યા છે. (Sanjay Kordia at Junagadh Civil Hospital)