ગુજરાત

gujarat

ETV Bharat / state

કેશોદ માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો બહાર રખાતા વિવાદ - peanuts at Keshod Marketing Yard

જુનાગઢ: કેશોદ માર્કેટ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આ મગફળીનો જથ્થો બહાર રખાતા વિવાદ ઉભો થયો હતો. માર્કેટિંગ યાર્ડમાં લોલમલોલ ચાલી રહેલી જોવા મળી હતી. તેમજ ખેડૂતોની ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી ખુલ્લા મેદાનમાં રાખેલી જોવા મળી હતી. આ અધિકારીઓ સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતાં.

etv bharat

By

Published : Nov 20, 2019, 10:00 PM IST

કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી ખુલ્લા મેદાનમાં રખાતી હોવાનું બહાર આવ્યું હતું. સરકારી નિયમ મુજબ દરરોજ સાંજે ગોડાઉનમાં મગફળી પહોંચાડવાની હોય છે, પરતું આ મગફળી યાર્ડમાંથી સાંજે ગોડાઉનમાં મોકલાતી નથી.

કેશોદ માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો બહાર રખાતા વિવાદ

ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા બીજો મગફળી કાંડ થવાની દહેશત ઉભી થઇ હતી. આ અગાઉ પણ કેશોદ યાર્ડમાં તુવેરકાંડ થઇ ચૂક્યો છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં અધિકારીઓ સરકારી નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા નજરે પડ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details