જૂનાગઢઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોમાં જનતા ગેરેજના બેનર હેઠળ સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે. આ સ્ટીકર્સમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’. આ સમગ્ર મામલાની જાણ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને થતાં તેમણે ઘટનાની જાણ શહેર બી ડીવીઝન પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસે જનતા ગેરેજના કાર્યકરોના નિવેદન લીધા હતા અને લગાવવામાં આવેલા તમામ સ્ટીકર્સ તેમની પાસેથી દૂર પણ કરાવ્યા હતા.
‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’, તંત્રની આંખ ઉઘાડવા પાલિકા કર્મચારીઓની કારમાં લાગ્યા વિવાદીત સ્ટીકર્સ - જૂનાગઢ કોર્પોરેશન
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોમાં જનતા ગેરેજના બેનર હેઠળ સ્ટીકર્સ લગાવવામાં આવ્યા છે. આ સ્ટીકર્સમાં એવું લખવામાં આવ્યું છે કે, ‘આ ગાડી પ્રજાના પૈસે ફરે છે’. આ સમગ્ર મામલાની જાણ કોર્પોરેશનના સત્તાધીશોએ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને જનતા ગેરેજના કાર્યકરોના નિવેદન નોંધી તેમની પાસે જ આ સ્ટીકર્સ દૂર કરાવ્યા હતા.
તંત્રની આંખ ઉઘાડવા પાલિકા કર્મચારીઓના કારમાં લાગ્યા વિવાદીત સ્ટીકર્સ
પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળે પહોંચીને જનતા ગેરેજના કાર્યકરોના નિવેદન નોંધીને તેમની પાસેથી આ તમામ સ્ટીકર્સ સ્થળ પર પોલીસની હાજરીમાં દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.