મળતી માહિતી મુજબ, કેશોદ શહેરના રેલવે સ્ટેશન સામે આવેલા વોર્ડ નંબર 8માં મેઘના સોસાયટી આવેલી છે. ઉનાળા સમયે અઠવાડિયામાં એક વખત પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ પાણી દુર્ગંધ યુક્ત હોય છે. ઉનાળાનો સમય શરૂ થઇ ગયો છે અને કાળજાળ ગરમીમાં લોકો પાણીમાટે વલખાં મારી રહ્યા છે, ત્યારે કેશોદવાસીઓને દુષિત પાણી મળે છે.
કેશોદમાં દુષિત દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરાયું - Gujarat
જુનાગઢ: કેશોદના વોર્ડ નંબર-8માં દુષિત દુર્ગંધ યુક્ત પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા બે માસથી પણ વધારે સમયથી ખરાબ પાણીથી લોકો પરેશાન થયા છે.
કેશોદમાં દુષિત દુર્ગંધ યુક્ત પાણીનું વિતરણ
વોર્ડ નંબર 8ના લોકોએ નગરસેવા સદન પાસે લેખિત ફરિયાદ કરી હતી અને ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, કેશોદમાં પીવાનું પાણી 8 દિવસે વિતરણ કરવામાં આવે છે, પરતું ગટરનું ગંદુ અને દુષિત પાણીથી લોકો પરેશાન થઇ હયા છે
આ પાણીથી લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે, ત્યારે કેશોદ શહેરના વોર્ડ નંબર 8માં શુદ્ધ પાણી આપવાની માંગ કરવામાં આવી રહી છે. તો આ સાથે કેશોદ નગર સેવા સદનમાં વોર્ડ નંબર 8ના લોકો દ્વારા લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી.