ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ કોંગ્રેસની મૌન રેલી - Question

જૂનાગઢ: ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નોને લઈને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. તેમજ પુલવામાના શહીદ થયેલા સૈનિકોના માનમાં મૌન ધારણ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

ફાઈલ ફોટો

By

Published : Feb 17, 2019, 10:47 AM IST

જુનાગઢમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને તારીખ 16 ના રોજ જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પુલવામા કરવામાં આવેલા આતંકી હુમલાના શહીદ જવાનોના માનમાં પૂર્વ નિધારિત કાર્યક્રમને બદલે મૌન રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

જુઓ વિડીયો

જેમાં જૂનાગઢ માંગરોળ અને વિસાવદરના ધારાસભ્યો હર્ષદ રીબડીયા, બાબુભાઇ વાજા અને ભીખાભાઇ જોશીએ હાજરી આપીને ખેડૂતોને પડી રહેલી અગવડતાને લઈને જિલ્લા કલક્ટરને રજૂઆતો કરી હતી. ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર દ્વારા તાકીદે કોઈ નિરાકરણ કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details