જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવારોની યાદી જાહેર થતા કોંગ્રેસમાં રોષ ભભૂકી ઉઠયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરાએ સમગ્ર ઘટના બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપી દીધું હતું. જેના સમર્થનમાં હવે ધીરે-ધીરે કોંગી કાર્યકરો પણ આવી રહ્યા છે,ફરી એક વખત વિનુભાઈ અમીપરાના નિવાસ્થાને તેમના સમર્થકો અને કોંગી કાર્યકરોએ એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં વિનુભાઈ તેમનું રાજીનામું પરત ખેંચે છે તેવી આગ્રહ ભરી વિનંતી કરી હતી.
જૂનાગઢમાં મનપા ચૂંટણીની ટિકીટ ફાળવણીને લઈ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ - Gujarat
જૂનાગઢ: જિલ્લામાં મનપા ચૂંટણીની ટિકીટ ફાળવણીમાં થયેલી મનમાની બાદ કોંગ્રેસ કાર્યકરોમાં રોષ ફેલાયો હતો.મનપામાં ટિકીટ ફાળવણીને લઇને થયેલી મનમાની બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ વીનું અમીપરા એ રાજીનામા આપ્યા બાદ વધુ ઉગ્ર બન્યો હતો.કોંગી કાર્યકરો શહેર પ્રમુખ વિનુભાઇ અમીપરા રાજીનામું પરત ખેંચે તેવી માંગ કરી હતી.
જૂનાગઢ મનપામાં ટિકીટ ફાળવણીને લઇને ઉઠેલા અસંતોષ બાદ કેટલાક વર્તમાન કોંગી કોર્પોરેટરો NCPમાંથી તેમનો ઉમેદવારી પત્રક ભરીને NCPના સત્તાવાર ઉમેદવાર બની ગયા હતા. તો કેટલાક કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકરો અને પૂર્વ મેયર પણ અપક્ષમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોના નામને લઈને શહેર કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી પરિસ્થિતિ હતી જેમાં વિનુભાઈ અમીપરા એ રાજીનામું આપતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિનુભાઈ અમીપરાના રાજીનામાનો અસ્વીકાર કરવામાં આવ્યું હતું, પરંતુ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઇ અમીપરા રાજીનામું પરત લેવાના મૂડમાં જણાતા નથી જેને લઇને મનપાની ચૂંટણી લડી રહેલા કોંગી કાર્યકરો અને ઉમેદવારોએ પણ વિનુભાઈ અમીપરા તેમનું રાજીનામું પરત ખેંચે તેવી માંગ કરી હતી. તો આ સાથે એમના નિવાસ્થાને પહોંચી ગયા હતા પરંતુ વિનુભાઈ અમીપરા તેમના સામાજિક કામ પ્રસંગે બહાર હોવાથી કોંગી કાર્યકરો અને ઉમેદવારોને તેઓ મળી શક્યા ન હતા.મળતી માહિતી મુજબ તેમનું રાજીનામું પરત ખેંચે તેવા કોઈપણ સંજોગો જોવા મળતા નથી.