ગુજરાત

gujarat

ETV Bharat / state

National Herald case: કોંગ્રેસ સામી છાતીએ ગોળી ઝીલવા તૈયાર, કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો અમારો સામનો કરે - કોંગ્રેસના મૌન ધારણ

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ED દ્વારા પાછલા કેટલાક દિવસોથી(National Herald case)સતત તપાસ કરાઈ રહી છે. જૂનાગઢ કોંગ્રેસે કલેકટર કચેરી પર મૌન ધારણ (Congress protest in Junagadh)કરીને કેન્દ્ર સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો.

National Herald case: કોંગ્રેસ સામી છાતીએ ગોળી ઝીલવા તૈયાર, કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો અમારો સામનો કરે
National Herald case: કોંગ્રેસ સામી છાતીએ ગોળી ઝીલવા તૈયાર, કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો અમારો સામનો કરે

By

Published : Jun 17, 2022, 3:44 PM IST

જૂનાગઢઃનેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની ED દ્વારા પાછલા (National Herald case)કેટલાક દિવસોથી સતત તપાસ કરાઈ રહી છે. જેના વિરોધમાં આજે જૂનાગઢ કોંગ્રેસે કલેકટર કચેરી ખાતે મૌન ધારણ કરીને કેન્દ્ર સરકારની નીતિ સામે રોષ વ્યક્ત (Congress protest in Junagadh) કર્યો હતો. જણાવ્યું હતું કે કોંગ્રેસી કાર્યકરો સામી છાતીએ ગોળી ઝીલવા તૈયાર છે કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો અમારો સામનો કરી બતાવે.

કોંગ્રેસ

આ પણ વાંચોઃGujarat Congress Protest : ED ઓફિસે રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ગુજરાત કોંગ્રેસનું વ્યાપક વિરોધ પ્રદર્શન, ઠાકોરે કહી નાખ્યું આવું

જૂનાગઢમાં કોંગ્રેસે કર્યા મૌન ધરણાં -કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની(Rahul Gandhi)પાછલા કેટલાક દિવસો દરમિયાન સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. દેશમાં કોંગ્રેસનો કાર્યકર આક્રોસ સાથે કેન્દ્ર સરકારની આ કિન્નાખોરી નીતિનો વિરોધ કરી રહ્યો છે. આજે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી હીરા જોટવા ધારાસભ્યો ભીખા જોશી અને બાબુ વાજાની હાજરીમાં કોંગ્રેસી કાર્યકરોએ જિલ્લા કલેકટર કચેરી ખાતે મૌન ધારણાં પ્રદર્શન કર્યું હતું.

કેન્દ્ર સરકારમાં હિંમત હોય તો ગોળી ચલાવે - કેન્દ્ર સરકાર જે રીતે સરકારની તપાસ એજન્સીનો રાજકીય પક્ષ વિરુદ્ધ એકમાત્ર કિન્નાખોરીના ઈરાદા સાથે દુર ઉપયોગ કરી રહી છે તેના વિરોધમાં મૌન ધરણા પ્રદર્શન કર્યું હતું. કેન્દ્ર સરકારની આ ભેદભાવભરી નીતિઓના વિરોધમાં પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મૌન ધરણનો કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રદેશ અગ્રણી હીરા જોટવાએ જૂનાગઢમાં કેન્દ્ર સરકાર અને ગૃહ વિભાગને ચીમકી આપતા જણાવ્યું હતું કે દેશની સરકાર અને ગૃહ વિભાગમાં તાકાત હોય તો કોંગ્રેસી કાર્યકરો પર ગોળી ચલાવીને પણ જોઈ લે, કોંગ્રેસનો કાર્યકર સામી છાતીએ ચાલીને કેન્દ્ર સરકારની એક એક ગોળીનો હિંમતપૂર્વક સામનો કરશે.

આ પણ વાંચોઃNational Herald Case : રાહુલ ગાંધાની ત્રીજા દિવસની પૂછપરછ થઇ પૂર્ણ, કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસ ઘૂસી જતાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો

કેન્દ્રની સરકારને જવાબ દેવો ભારે થશે -કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષને વર્ષો જૂના કેસમાં તપાસના બહાને રાહુલ ગાંધી કોઈ રાજકીય પ્રવાસ ન કરી શકે તેને લઈને તેને અટકાવી રાખ્યા છે. રાજકારણમાં આ પ્રકારનું નિંદા જનક કૃત્ય પહેલાની કોઈ પણ કેન્દ્ર સરકારે કર્યું નથી ત્યારે વર્તમાન કેન્દ્ર સરકાર આવા છળકપટને છોડે નહીં તો કોંગ્રેસનો કાર્યકર રસ્તા પર ઉતરતો જોવા મળશે અને તેને કારણે સમગ્ર દેશમાં કેન્દ્રની સરકારને જવાબ દેવો ભારે થઈ પડશે.

ABOUT THE AUTHOR

...view details