જૂનાગઢ: આગામી 21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળવા જઈ રહ્યું છે, ત્યારે આ સત્રમાં ખાસ કરીને પાક વીમા અને જૂનાગઢ જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિને કારણે ધારાસભ્યો દ્વારા ઉગ્ર ચર્ચા થઇ શકે છે. વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ વિધાનસભાના અધ્યક્ષને પાક વીમા અને અતિવૃષ્ટિને કારણે ગૃહમાં 2 કલાક ચર્ચા કરવાની માગ કરી છે.
કોંગ્રેસ ધારાસભ્ય રિબડીયાએ પાક વીમા-અતિવૃષ્ટિ મુદ્દે વિધાનસભામાં 2 કલાક ચર્ચા કરવાની અધ્યક્ષને માગ કરી - વિસાવદરના ધારાસભ્ય
21 સપ્ટેમ્બરથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર શરુ થશે. વિસાવદરના કોંગી ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ સત્રમાં પાક વીમા અને જૂનાગઢમાં થયેલી અતિવૃષ્ટિના 2 પ્રશ્નો પર 2 કલાકની ચર્ચા કરવાનો સમય ફાળવવા વિધાનસભા અધ્યક્ષને માગ કરી છે. ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ચીમકી આપતા કહ્યું કે, જો અધ્યક્ષ દ્વારા સમય ફાળવવામાં નહીં આવે તો વિધાનસભાને ઠપ કરવામાં આવશે.
કોંગ્રેસ ધારાસભ્ય રિબાડિયાએ પાક વીમા-અતિવૃષ્ટિ મુદ્દે વિધાનસભામાં બે કલાક ચર્ચા કરવાની અધ્યક્ષને માગ કરી
આ માગને લઇને વિધાનસભાના ગૃહમાં આ મામલો વધુ ગરમાઈ શકે છે. કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ માગ કરી હતી કે, જો વિધાનસભાના અધ્યક્ષ ખેડૂતોના પાક વીમો અને અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાન બાબતે તેમને ગૃહમાં ચર્ચા કરવા માટે 2 કલાકનો સમય નહીં ફાળવે તો આવી પરિસ્થિતિમાં તેઓ ગૃહનું સંચાલન ઠપ કરી દેશે.