PM મોદીની જૂનાગઢમાં માછીમારી મંત્રાલય બનાવવાની જાહેરાત ભ્રામક અને સત્યથી વેગળી :પુંજા વંશ - Manish Dodia
જૂનાગઢ: વડાપ્રધાન મોદી દ્વારા અલગ માછીમારી મંત્રાલય બનાવવાની જાહેરાતને કોંગ્રેસના ઉમેદવારે હવાઈ કિલ્લા સમાન ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, મોદીએ ગુજરાતની પ્રથમ ચૂંટણી સભામાં તેમના સ્વભાવ મુજબ ફેંકવાની શરૂઆત કરીને પ્રચારનો આરંભ કર્યો હતો.
સ્પોટ ફોટો
આજે વડાપ્રધાન મોદી ગુજરાતના જૂનાગઢમાં ચૂંટણી પ્રવાસે આવ્યા હતા. તેમણે મોતીબાગ કેમ્પસમાં આયોજિત ચૂંટણી સભામાં માછીમારો માટે એક અલગ મંત્રાલયનું ગઠન કરવાની જાહેરાત કરી હતી. વડા પ્રધાનની આ જાહેરાતને કોંગ્રેસના ઉમેદવાર પુંજા વંશે ભ્રામક અને સત્યથી વેગળી ગણાવી હતી.