ગુજરાત

gujarat

ETV Bharat / state

માણાવદરમાં કોંગ્રેસનો નવીન પ્રચાર,એફિડેવિટ કરી મતદારોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ - congress

જૂનાગઢ: માણાવદર પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીએ જાહેરાત કરી કે, ધારાસભાની ચૂંટણી જીત્યા બાદ તેમને મળતી તમામ સુવિધાઓ તેમના મત વિસ્તારના લોકોના સેવાર્થે વાપરવાની ખાતરી આપતું એફિડેવિટ કર્યું હતું

સ્પોટ ફોટો

By

Published : Apr 15, 2019, 9:05 AM IST

હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે જેને લઈને પ્રચાર પણ વધુ તેજ થઇ રહ્યો છે, ત્યારે માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીએ એક એફિડેવિટ કરીને તેમના મતદારોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પેટા ચૂંટણી ચૂંટણી જીત્યા બાદ તેમને ધારાસભ્ય તરીકે મળતી તમામ સુવિધાઓ તેમના મત વિસ્તારના વિકાસના કામો અને તેમના મતદારોના જાહેર હિત ખાતર વાપરવાની ખાતરી આપતા ચૂંટણી પ્રચારના વધુ ગરમાવો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, માણાવદર બેઠક પરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામુ આપીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો જેને લઈને પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details