આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ મનાવવામાં આવી રહ્યો છે. વર્ષ 1885ની 28મી ડિસેમ્બરના દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. જેને આજે 134 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય સહિત જિલ્લા પ્રમુખ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
જૂનાગઢમાં કોંગ્રેસના 135માં સ્થાપનાદિને કોંગી કાર્યકર્તાઓની બેઠક - જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી
જૂનાગઢ : આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો 135મો સ્થાપના દિવસ છે. વર્ષ 1885ના 28મી ડિસેમ્બરે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા 135માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે કોંગી કાર્યકરોએ એક બેઠકનું આયોજન કરીને રાજનીતિની નવી રણનીતિ અંગે ચર્ચા પણ કરી હતી.
આજના સ્થાપનાદિને કોંગી કાર્યકરોએ એકજૂથ થઈને ભાજપના પ્રચાર અને દેશ વિરોધી નિર્ણયો સામે લડવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. જેમાં ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આઝાદી સમયે દેશમાં સોઈનું પણ નિર્માણ થતું ન હતું. ત્યારે આજે આઝાદી બાદ દેશ વિશ્વકક્ષાએ અનેક પ્રતિભાવો ઉજાગર કરીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ભારતની આ પ્રગતિ યાત્રામાં વર્તમાન કેન્દ્ર સરકાર રોડાં નાખતી હોવાનું ધારાસભ્યએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની સરકારો દ્વારા દેશમાં જે નિર્ણય કરવામાં આવ્યા છે. જે વિકાસના કામો કરવામાં આવ્યા છે. તેના પર કેન્દ્રની સરકાર રોડા નાખીને દેશના વિકાસને અવરોધતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.