ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન-4 બાદ ગ્રીન ઝોન જૂનાગઢમાં વધુ કેટલીક છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતા

આગામી રવિવારના દિવસે ચોથા તબક્કાનું લોકડાઉન પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે ગ્રીન ઝોનમાં આવતા જૂનાગઢ જિલ્લાને વધુ કેટલીક છૂટછાટો સાથે શહેર અને સમગ્ર જિલ્લામાં લોકડાઉનની વિશેષ સવલતો અને છૂટછાટો મળશે તેવું લાગી રહ્યું છે. આગામી 1 તારીખથી જૂનાગઢ શહેર અને જિલ્લાના ધાર્મિક દેવાલયો પણ કેટલીક શરતો સાથે ખુલ્લા રાખવાની મંજૂરી પણ મળી શકે છે.

junagadh
જૂનાગઢ

By

Published : May 26, 2020, 12:41 PM IST

જૂનાગઢ : આગામી 1 તારીખથી ચોથા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થઈ રહ્યું છે. ત્યારે ગ્રીન ઝોનમાં સમાવેશ કરવામાં આવેલા જૂનાગઢ જિલ્લાને વધુ કેટલીક વિશેષ સુવિધાઓ અને છુટછાટો મળે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે. હાલ જૂનાગઢ શહેર અને જિલ્લામાં મોટા ભાગની વ્યાવસાયિક સંસ્થાનો ખુલતી જોવા મળી રહી છે. પરંતુ શહેરમાં હજુ પણ કેટલાક વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો બંધ જોવા મળે છે. તેને આગામી સોમવાર અને પહેલી તારીખથી કેટલીક શરતોને આધીન છૂટછાટો મળશે, અને છેલ્લા 60 દિવસથી બંધ વધુ કેટલાક સંસ્થાનો ખુલે તેવી પ્રબળ શક્યતાઓ જોવાઇ રહી છે.

જૂનાગઢમાં ચોથા તબક્કાના લોકડાઉન બાદ વધુ કેટલીક છૂટછાટો સાથે લોકડાઉન હળવું થાય તેવી શક્યતા
ચોથા તબક્કાના લોકડાઉન બાદ હવે ધાર્મિક સંસ્થાઓ અને દેવાલયો પણ ખુલે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. તમામ ધર્મના ધાર્મિક સંસ્થાનો અને દેવાલયો પણ પાછલા 60 દિવસથી બંધ જોવા મળી રહ્યાં છે. જેમાં આગામી 1 તારીખ અને સોમવારથી કેટલીક શરતોને આધીન છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
જૂનાગઢ

આ સાથે શહેરમાં આવેલા જિમ્નેશિયમ અને સ્પાને પણ કેટલીક કલાકો માટે છૂટછાટ આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઇ રહી છે. મનોરંજન ગૃહો, સ્નાનાગાર અને થિયેટર જેવી વ્યવસ્થા શરૂ થશે કે, કેમ તેને લઈને હજુ પણ શંકાઓ ઉદભવી રહી છે. પરંતુ જો સરકાર મોટું મન રાખીને કેટલીક કડક શરતોને આધીન આવા સંસ્થાનો પણ ગ્રીન ઝોનમાં ખોલે તો નવાઇ પામવા જેવું કશું જ નહીં હોય.

ABOUT THE AUTHOR

...view details