પ્રાપ્ત વિગતો મુજબ, માંગરોળમાં મધદરિયામાં માછીમારો વચ્ચે માછીમારી દરમિયાન જુથ અથડામણ થઈ હતી. જેમાં અથડામણ દરમિયાન 4 લોકો ઘાયલ થયા હતા. જ્યારબાદ ઘાયલ વ્યક્તિઓને માંગરોળની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જયાં સારવાર આપી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા છે.
માછીમારી દરમિયાન ખલાસીઓ વચ્ચે અથડામણ, 4 ઘાયલ
જૂનાગઢ: જિલ્લાના માંગરોળના મધદરિયામાં બે પીલાણાની હોડીના માછીમારો વચ્ચે જુથ અથડામણ થઈ હતી. જેમાં 4 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલાઓને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
માછીમારી દરમિયાન ખલાસીઓમાં વચ્ચે અથડામણ, 4 ઘાયલ
ઉલ્લેખનીય છે કે, ઘાયલોમાં માગરોળ બંદરના ખારવા સમાજ તથા બારા બંદરના મચ્છીયારા સમાજના માછીમારો હોવાનું જાણવા મળ્યું છે. હાલ બન્ને માછીમારો વચ્ચે કંઈ બાબતે અથડામણ થઈ તે હજુ કારણ બહાર આવ્યું નથી. સમગ્ર બાબતે પોલીસે તજવીજ હાથ ધરી છે.