- લીલા નાળિયેરના ભાવ 100 રૂપિયા પ્રતિ નંગ થતાં યુવક મંડળનું સરાહનીય કાર્ય
- કોરોના કાળમાં નાળિયેરના બજાર ભાવ 100 રૂપિયા પ્રતિ નંગ જોવા મળી રહ્યો છે
- ભોઈરાજ યુવા મંડળે રાહત દરે લીલા નાળિયેરનું કર્યું વિતરણ
જૂનાગઢ:કોરોનાના કપરા કાળમાં લીલા નાળિયેરનું ભારે ચલણ જોવા મળી રહ્યું છે. કોરોના સંક્રમિત વ્યક્તિઓ માટે લીલું નાળિયેર ખૂબ જ સારુ માનવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢની સ્થાનિક બજારમાં પ્રતિ નંગ લીલા નાળિયેરનો ભાવ 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધી જોવા મળતો હતો. જેને કારણે, કેટલાક ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ લીલું નાળિયેરની ખરીદી કરી શકતા ન હતા. જેને ધ્યાને રાખીને ભોઈરાજ યુવક મંડળના યુવાનોએ રાહત દરે નાળિયેર આપવાનું અભિયાન શરૂ કર્યું છે.
ભોઈરાજ યુવા મંડળ દ્વારા લોકોને રાહત દરે લીલા નાળિયેરનું વિતરણ આ પણ વાંચો:રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર નિઃશુલ્ક મેળવવા માટે વેબસાઈટ શરૂ કરાઈ
ગરીબ દર્દીઓ લીલું નાળિયેર ખરીદીમાં લૂંટાઇ રહ્યા હોવાનું યુવક મંડળનું અનુમાન
ભોઈરાજ યુવક મંડળ દ્વારા કોરોના દર્દીના લાભાર્થે પ્રતિ નંગ લીલું નારિયેળ 20 રૂપિયાના બજારભાવે વહેંચવાનું નક્કી કર્યું છે. આમ, તેની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. યુવક મંડળ માની રહ્યું છે કે, 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનું લીલું નાળિયેર ગરીબ દર્દીઓ માટે ખૂબ જ આકરું બની રહેતું હતું. ત્યારે, ગરીબ દર્દીઓ પણ કોરોનાના કાળમાં ઉપયોગી લીલા નારિયેળના પાણીનું સેવન કરી શકે એવા ઉદ્દેશ્ય સાથે પ્રતિ નંગ 20 રૂપિયાના બજાર ભાવે લીલા નારિયેળ વેચવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ખૂબ સારો ટેકો મળી રહ્યો છે.
આ પણ વાંચો:રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને નર્સિંગ સ્ટાફ જમવામાં કરે છે મદદ