ગુજરાત

gujarat

ETV Bharat / state

CM વિજય આગામી દિવસે ચોરવાડની મુલાકાતે, મેડિકલ કેમ્પનું કરશે લોકાર્પણ - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

જૂનાગઢ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવારે જિલ્લાના ચોરવાડમાં મેડિકલ કેમ્પ અને રેસ્ટ હાઉસનું લોકાર્પણ કરશે. તેઓ જૂનાગઢના ચોરવાડ ખાતે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસની મુલાકાતે આવશે. અહીં ચોરવાડ ખાતે મેડિકલ કેમ્પમાં હાજરી આપીને કેટલાક લોક ઉપયોગી કામોનું લોકાર્પણ કરશે.

મુખ્યપ્રધાન આવતી કાલે જૂનાગઢના ચોરવાડની મુલાકાતે
મુખ્યપ્રધાન આવતી કાલે જૂનાગઢના ચોરવાડની મુલાકાતે

By

Published : Jan 16, 2020, 11:36 PM IST

આવતી કાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસની મુલાકાતે આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રેસ્ટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ ચોરવાડ વિદ્યાલયમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં હાજરી આપીને લોકોને મળતી આરોગ્ય સેવાઓની ચકાસણી પણ કરશે. મુખ્યપ્રધાન રૂપાણી કમ્પ્યુટર સેન્ટર અને કોચિંગ કલાસની પણ મુલાકત કરીને આપવામાં આવતા શિક્ષણની પણ ગુણવતા ચકાસશે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીને આખિરી ઓપ આપાવમાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details