ગુજરાત

gujarat

ETV Bharat / state

Maha Shivratri Fair : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહા શિવરાત્રી મેળાના દિવસોમાં ભવનાથમાં આપશે હાજરી - જુનાગઢમાં ભુપેન્દ્ર પટેલ

જુનાગઢ ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રીના મેળાની (Maha Shivratri Fair) વાતોના વંટોળા ચાલી રહ્યા છે. પરંતુ 28 મી ફેબ્રુઆરીએ ભવનાથ તળેટીમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Bhavnath Taleti) હાજરી આપશે. સાથે કથાકાર મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેશે.

Maha Shivratri Fair : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહા શિવરાત્રી મેળાના દિવસોમાં ભવનાથમાં આપશે હાજરી
Maha Shivratri Fair : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહા શિવરાત્રી મેળાના દિવસોમાં ભવનાથમાં આપશે હાજરી

By

Published : Feb 16, 2022, 9:48 AM IST

જુનાગઢ : આગામી 25મી ફેબ્રુઆરીથી ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળાની (Maha Shivratri Fair) વાતો વંટોળા ચાલી રહ્યા છે. ત્યારે 28 મી ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્ય પ્રધાન પણ હાજરી આપશે. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભવનાથમાં (CM Bhupendra Patel Bhavnath Taleti) આવેલા ભારતી આશ્રમના બ્રહ્મલીન મહંત અને ગાદીપતિ ભારતી બાપુનો ભંડારો અને તેની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી રહ્યા છે.

કથાકાર મોરારીબાપુ ઉપસ્થિત

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મહા શિવરાત્રી મેળાના દિવસોમાં ભવનાથમાં આપશે હાજરી

મુખ્યપ્રધાનને સમગ્ર કાર્યક્રમનું આમંત્રણ પહોંચાડી આપવામાં આવ્યું છે. અને ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં હાજર રહેવા અનુમતિ પણ આપી દીધી હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. સાથે પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં રામ કથાકાર મોરારી બાપુપણ વિશેષ ઉપસ્થિત રહીને ભારતી બાપુની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે.

આ પણ વાંચોઃગિરનારની ગોદમાં મહાશિવરાત્રી મેળો, તો ચાલો જાણીએ ગિરનારનું મહત્વ...

મહાશિવરાત્રીના મેળાનું આયોજન થશે કે નહીં ?

28 મી ફેબુઆરીએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ભારતી બાપુની પ્રતિમા અનાવરણ (Statue of Bharti Bapu Unveiled) વિધિ અને તેમના ભંડારામાં હાજર રહેવા માટે અનુમતિ આપી દીધી છે. ત્યારે વર્તમાન સમયમાં મહાશિવરાત્રીના મેળાનું આયોજન થશે કે નહીં તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં મુખ્યપ્રધાને 28 મી ફેબ્રુઆરીએ ભવનાથના ભારતી આશ્રમમાં હાજર રહેવા ને લઈને પોતાની અનુમતિ આપી દીધી છે ત્યારે આડકતરી રીતે સ્પષ્ટ કહી શકાય કે મહાશિવરાત્રીનો (Junagadh Maha Shivratri Fair) મેળો 25મી ફેબ્રુઆરીથી શરૂ થવા જઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ Bhavnath Melo 2022: ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો યોજાવા સરકાર મંજૂરી આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સાધુસંતો

ABOUT THE AUTHOR

...view details