જૂનાગઢઆવતી કાલે નાતાલ છે. જેને લઇને દરેક લોકો તેની ઉજવણીને લઇને તૈયારીઓ(Christmas preparations in Junagadh) કરી રહ્યા છે. ભારતમાં હમેંશા દરેક તહેવારને માન આપવામાં આવે છે. અને દરેક તહેવારને આનંદથી ઉજવવામાં આવે છે. ત્યારેઇસુના અવતરણની ઉજવણી (Christmas celebration preparation Junagadh) ગુજરાતના દરેક જિલ્લાઓમાં કરવામાં આવી રહી છે. ખ્રિસ્તી સમુદાયમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જુનાગઢના ચર્ચને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. જેરુસલેમ'ની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
ઈશુના જન્મને વધાવવા તૈયારીને આખરી ઓપ, દેવળમાં દેવ દિવાળી જેવો માહોલ - Christmas celebration preparation Junagadh charch
જૂનાગઢમાં (Christmas celebration preparation Junagadh) ઇસુના અવતરણની ઉજવણી કરવામાં (Christmas 2022) આવી રહી છે. જેરુસલેમ'ની પ્રતિકૃતિ તૈયાર કરાઇ રહી છે. આજે મધ્ય રાત્રીએ ભગવાન ઈસુના જન્મદિવસની સાથે ક્રિસ્મસની વિશેષ ઉજવણીની(Celebrating Christmas a church Junagadh) શરૂઆત કરવામાં આવશે.
ક્રિસમસનું પર્વજુનાગઢના ચર્ચમાં ઉજવણીને(Christmas 2022) લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાત્રે ઈસુ ભગવાનના જન્મની સાથે ક્રિસમસનાતહેવારની ઉજવણી શરૂ કરવામાં આવશે. જેમાં ખૂબ જ ઉત્સાહ સાથે ખ્રિસ્તી સમુદાયના લોકો જોડાશે.
ઈસુનો જન્મદિવસવિશ્વના ખ્રિસ્તી માટે ક્રિસમસનો (Christmas in Junagadh) તહેવાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ઈસાઈ ધર્મના સ્થાપક અને ભગવાન ઈસુનો જન્મદિવસ છે. ત્યારે જૂનાગઢમાં આવેલા ચર્ચમાં ક્રિસમસના તહેવારની ઉજવણીને લઈને ખાસ અને વિશેષ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ચર્ચના પાદરી વિનોદ અને ક્રિશ્ચિયન સમાજના લોકો ભગવાન ઈસુના જન્મદિવસને(Celebrating Christmas a church Junagadh) ઉજવવા માટે વિશેષ તૈયારીઓ દેવળમાં કરતા જોવા મળી રહ્યા છે. આજે મધ્ય રાત્રીએ ભગવાન ઈસુના જન્મદિવસની સાથે ક્રિસ્મસની વિશેષ ઉજવણીની શરૂઆત કરવામાં આવશે.
ચર્ચમાં વિશેષ તૈયારીઓભગવાન ઈસુના જન્મદિવસ ને મનાવવા માટે પરંપરાગત (Celebrating Christmas in Gujarat) રીતે ઉજવણી કરવામાં આવશે. જેમાં ભગવાન ઈસુનું પૃથ્વી પર અવતરણ થયા બાદ સમગ્ર ઘટનાને ખૂબ જ ધાર્મિક આસ્થા અને પ્રાર્થના તેમજ ગીત સંગીત સાથે ઉજવણીની શરૂઆત કરવામાં આવશે. અને મધ્ય રાત્રે ઈસાઈ સમુદાયના લોકો ભગવાન ઈસુના જન્મદિવસની એક મેકને મુબારક બાદ આપીને ક્રિસ્મસના મહાપર્વની ઉજવણી કરશે.