જૂનાગઢ : ચાઈનામાં કોરોના વાઇરસે જે પ્રકારે હાહાકાર મચાવ્યો છે. તેને લઈને તબીબનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ વધુ એક વખત તેની આપવીતી ઈટીવી ભારત સમક્ષ રજુ કરી હતી. હાલ ચાઈનામાં કોરોના વાઇરસને કારણે જૂનાગઢના 10 જેટલા વિદ્યાર્થીઓ હાલ ચાઈનાના હુન્નગ શહેરમાં ફસાયેલા છે. વાઇરસને કારણે રાંધેલા ખોરાકના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેનો લાભ લઈને શાકભાજી, કઠોળ અને ફ્રૂટ વહેંચતા વેપારીઓ તકનો લાભ લઈને ભારતના વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે. જેની આપવીતી ખુદ વિદ્યાર્થીઓ વ્યક્ત કરી રહ્યા છે.
ચીનમાં અભ્યાસ કરતા જૂનાગઢના વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે ચાઈનાના વેપારીઓ - કોરોના વાઇરસ
ચાઈનામાં તબીબનો અભ્યાસ કરી રહેલા જૂનાગઢના વિદ્યાર્થીઓને ચાઈનાના વેપારીઓ લૂંટી રહયા હોવાની આપવીતી જણાવતો વિડીયો જૂનાગઢના વિદ્યાર્થીઓએ ઈટીવી ભારત સમક્ષ શેર કરીને ચાઈનાના વેપારીઓ દ્વારા કરવામાં આવતી ઉઘાડી લૂંટનો પર્દાફાશ કર્યો હતો.

એક તરફ રાંધેલો ખોરાક મળતો નથી. ત્યારે વિદ્યાર્થીઓ શાકભાજી કઠોળ અને ફળ લેવા માટે બજારમાં ગયા ત્યારે વિદ્યાર્થીઓએ બટાકા, ડુંગળી, ભીંડો ,આદુ ,ફલાવર અને કોથમીરની ખરીદી કરી હતી. જેનું બિલ ભારતના 1100 રૂપિયા જેટલું આવ્યું હતું. જેને લઈને વિદ્યાર્થીઓ પણ ચોંકી ગયા હતા. સામાન્ય દિવસોમાં આટલી શાકભાજીનું બિલ 450ની આસપાસ આવતું હતું. જેમાં કોરોના વાઇરસને કારણે બમણા કરતા વધુનો વધારો કરી ખાસ ભારતીય વિદ્યાર્થીઓને ચાઈના વેપારીઓ લૂંટી રહ્યા હોવાનો દાવો જૂનાગઢના વિદ્યાર્થીઓએ કર્યો હતો.
આજ શાકભાજીના ગુજરાતની બજારના હાલના ભાવો પ્રમાણે ખરીદી કરવામાં આવે તો 2કિલો બટાકાના 50 ,1 કિલો ડુંગળીના 40 ,કોથમીરના 10 ,ફલાવર અને ભીંડાના 10 તેમજ આદુના 30 રૂપિયા જેટલો ખર્ચો થયા. જેનો હિસાબ 150 રૂપિયા થાય. પરંતુ આટલીજ શાકભાજીનો ખર્ચો હાલ ચાઈનામાં જૂનાગઢના વિદ્યાર્થીઓ 1100 ચૂકવીને ભણવાની કરી કિંમત ચૂકવી રહ્યા છે.