ગુજરાત

gujarat

ETV Bharat / state

Navratri 2023: જૂનાગઢમાં સ્કેટિંગ પર ગરબા કરી બાળ ખેલૈયાઓએ કરી જમાવટ - Navratri 2023

નવરાત્રીના સાતમા નોરતે જૂનાગઢની અતિ પ્રાચીન અને પાછલા 100 વર્ષ કરતા પણ વધુ સમયથી સતત આયોજિત થતી વણઝારી ચોક ગરબી મંડળમાં બાળકોએ સ્કેટિંગ પર ગરબા કરીને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. નાના બાળકો સ્કેટિંગ પર જે રીતે ગરબા કરી રહ્યા હતા તે જોઈને ઉપસ્થિત અન્ય ખેલૈયાઓ પણ મોજમાં આવી ગયા હતા.

Navratri 2023
Navratri 2023

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 2:10 PM IST

સ્કેટિંગ પર ગરબા કરતાં બાળ ખેલૈયા

જૂનાગઢ: નવરાત્રિના સાતમા નોરતે જૂનાગઢમાં બાળકોએ સ્કેટિંગ પર ગરબા કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. પાછલા સો વર્ષ કરતાં પણ વધુ સમયથી નવાબી કાળમાં આયોજિત થતી આવતી વણઝારી ચોક ગરબી મંડળમાં આજે બાળકોએ સ્કેટિંગ સાથે અદભુત ગરબા રજૂ કરીને ઉપસ્થિત સૌ માઈભક્તોને મંત્રમુક્ત કર્યા હતા.

સ્કેટિંગ પર ગરબા

સતત બીજા વર્ષે સ્કેટિંગ ગરબા:સામાન્ય રીતે સ્કેટિંગ પર ગરબા કરવા ખૂબ જ મુશ્કેલ મનાય છે. પરંતુ નાના બાળકોથી લઈને વયસ્ક ખેલૈયાઓએ આજે પગ પર સ્કેટિંગ બાંધીને જાણે કે રમતના મેદાનમાં કોઈ એક્શન કરતા હોય તે પ્રકારે ગરબે રમીને ઉપસ્થિત અન્ય ખેલૈયાઓને પણ વિચારતા કરી મૂક્યા હતા. જૂનાગઢમાં સતત બીજા વર્ષે સ્કેટિંગ પર ગરબા યોજાયા હતા. જેમાં 5 વર્ષની બાળકીથી લઈને 20 વર્ષના યુવાનોએ ભાગ લીધો હતો.

'ગરબા અને તેમાં પણ સ્કેટિંગ પર ગરબાને લઈને તેઓ ભારતની સાથે વિદેશમાં નામ રોશન કરવા માંગે છે. સ્કેટિંગ કરતી વખતે ખેલાડીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિઓ હોતા નથી પરંતુ આજે જનમેદની વચ્ચે સ્કેટિંગની સાથે ગરબા કરવાનો જે આનંદ મળ્યો છે તે કંઈક અલગ છે. - નવ્યા રાજા

સ્કેટિંગ પર ગરબા કરવા ખૂબ જ મુશ્કેલ

' પાછલા કેટલાક વર્ષથી તેઓ બાળકોને સ્કેટિંગની તાલીમ આપી રહ્યા છે પરંતુ આજે બીજા વર્ષે સ્કેટિંગ પર ગરબાનું જે સફળ આયોજન થયું છે. તેના માટે તેઓ સ્કેટિંગ શીખવા માટે આવતા બાળકોના ખાસ આભારી છે. સ્કેટિંગ પર ગરબા કરવા ખૂબ મુશ્કેલ છે પરંતુ બાળકોને સ્કેટિંગ સાથે ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવી તેને લઈને આજે સતત બીજા વર્ષે અમારા બાળકોએ સ્કેટિંગ પર ગરબા રજૂ કરીને નવરાત્રીની એક આગવી ઉજવણી કરી હતી. - કિર્તી ધાનાણી, ગરબા ટ્રેનર

5 વર્ષની બાળકીથી લઈને 20 વર્ષના યુવાનોએ ભાગ લીધો

મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા: તમામ યુવા અને વયસ્ક ખેલૈયાઓ સ્કેટિંગ પર ગરબા કરવા માટે છેલ્લા એક અઠવાડિયાથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આજે જ્યારે ખેલૈયાઓ હાથમાં દાંડિયા અને પગમાં સ્કેટિંગ પહેરીને ગરબા માટે આવ્યા ત્યારે વણઝારી ચોક ગરબી મંડળમાં એક અનોખા ઉત્સાહનો સંચાર થતો જોવા મળ્યો હતો. જૂનાગઢમાં આ પ્રકારે ગરબાનું આયોજન અન્ય કોઈ જગ્યા પર થતું નથી જેથી આ ગરબા જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા.

  1. Navratri 2023: કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે માતાના મઢ ખાતે 450 વર્ષથી થતી પત્રીવિધિ યોજાઈ
  2. Navratri 2023: નજર ચૂકશો તો ગૂંચવાઈ જશો, જાણો નવસારીમાં રમાતા દોરી રાસ વિશે...

ABOUT THE AUTHOR

...view details