ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ, બાળ કલાકારે નોંધાવી ફરિયાદ - Junagadh News

જૂનાગઢના બાળ કલાકારના નામ અને ફોટાનો ઉપયોગ કરીને કોઈ ફેસબુક એકાઉન્ટ ચલાવતું હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઇ છે. જેના આધારે પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Jul 16, 2020, 3:51 PM IST

જૂનાગઢઃ જિલ્લાના બાળ કલાકારના ઇમેજ અને વીડિયોને પાકિસ્તાનના લાહોરથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તેમના ફેસબુક એકાઉન્ટમાં મુકવામાં આવતા તેની જાણ બાળ કલાકાર એકલવ્ય આહિરને થતાં તેના ઈમેજ અને વીડિયોના ગેરકાયદે ઉપયોગ કરવા બદલ પાકિસ્તાનના લાહોરથી સંચાલિત ફેસબુક એકાઉન્ટ બનાવનાર સામે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.

જૂનાગઢમાં વધુ એક સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી પ્રમાણે, જૂનાગઢના બાળ કલાકાર એકલવ્ય આહિરે 'એક લડકી કો દેખાતો એસા લગા' જેવી હિન્દી અને 'દોસ્ત તારું સપનું' જેવી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. બાળ કલાકારના કેટલાક ફોટો અને વીડિયોઝ પાકિસ્તાનના લાહોરના કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યા છે અને આ કલાકારના ફોટો અને વીડિયો મારફતે અન્ય લોકો પાસેથી રૂપિયા પણ પડાવતો હોવાની વાત પણ બહાર આવતા બાળ કલાકાર એકલવ્ય આહિરે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. સાથે જ તેની સામે પગલાં ભરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પટેલ રેસ્ટોરન્ટનું પણ ફેસબુક એકાઉન્ટ બનાવીને કોઈ અજાણ્યા વ્યક્તિએ એક થાળીના બદલામાં એક થાળી ફ્રી તેવી ઓફર મૂકી હતી. તેના કેસમાં પણ કોઈ પકડાયું નથી ત્યાં જ ફરી બીજી ફરીયાદ નોંધાઈ છે.

ABOUT THE AUTHOR

...view details