ગુજરાત

gujarat

ETV Bharat / state

મંગળવારે CM રૂપાણી સાસણની મુલાકાતે, પ્રાણીઓની સુરક્ષા અંગે કરશે ચર્ચા - JND

જુનાગઢઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મંગળવારે સાસણની મુલાકાતે છે. ત્યારે મુખ્યપ્રધાન સિંહ દર્શન કર્યા બાદ સિંહ સંવર્ધન અને ગીર જંગલના વિકાસની સાથે પ્રાણીઓની સુરક્ષા બાબતે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરશે.

ફાઈલ ફોટો

By

Published : Jun 10, 2019, 12:09 PM IST

મંગળવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના પરિવાર સાથે સાસણ મુલાકાત લેશે. સાસણમાં વિજય રૂપાણી પરિવાર સાથે સિંહ દર્શન કર્યા બાદ સિંહ સદન ખાતે સિંહ સંવર્ધન અને ગીરના જંગલોના વિકાસને લઈને વન વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને જરૂરી માહિતી મેળવશે.

ગીરના સિંહોને અન્ય રાજ્યોમાં મોકલવાને લઈને કલરવમાં આવેલી કાર્યવાહીની જાત માહિતી લેશે. તેમજ સાસણ નજીક બનાવવામાં આવેલું ગીર હાઈટેક મોનીટરીંગ યુનિટનું લોકાર્પણ કરશે અને રેસ્ક્યુ સેન્ટરની મુલાકાત કરીને આધુનિક એનિમલ એમ્બ્યુલન્સનો પણ પ્રારંભ કરશે.

રૂપાણીની સાસણ મુલાકાત દરમિયાન જૂનાગઢ ભાજપના કેટલાક નેતાઓને પણ હાજર રહેવાની સૂચનો આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીને લઈને કોઈ રણનીતિ ઘડવામાં આવે તેમજ જૂનાગઢ ભાજપમાં જોવા મળતો અસંતોષ અને ભષ્ટ્રાચારના જેવા આક્ષેપો થયા છે. જેને લઈને કેટલાક નેતાઓનો ઉઘડો પણ મુખ્યપ્રધાન લેય તેવા અહેવાલો ભાજપના જાણકાર સૂત્રો માંથી મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details