ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર વિસ્તારમાં જેટીનું મુખ્યપ્રધાન રૂપાણીએ કર્યું ખાતમુહૂર્ત - Gir Somnath News

ગીરસોમનાથ જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા 300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું. મત્સ્ય ઉદ્યોગ બંદરથી ગીર સોમનાથ જિલ્લાના અર્થતંત્ર આગામી દિવસોમાં ખૂબ સારુ વળતર માછીમારો મેળવી શકે તે માટે આ બંદર ઉપયોગી સાબિત થશે.

Gir Somnath News
Gir Somnath News

By

Published : Jan 20, 2021, 10:54 PM IST

  • સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે
  • મુખ્યપ્રધાન વિજયરૂપાણીએ 300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર મત્સ્યબંદરનું ખાતમુહૂર્ત કર્યુ
  • રાજ્ય દ્વારા પાંચ હજાર કરોડથી પણ વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી
    ગીરસોમનાથ

ગીર સોમનાથ: જિલ્લાના નવા બંદર ખાતે રૂપિયા 300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા યુક્ત મત્સ્યબંદરનું ખાતમુહુર્ત કરતા મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતને મળેલા 1600 કિલોમીટરના દરિયાકાંઠાની વિપુલ તકોનો ટેકનોલોજી સાથે સમન્વય સાધીને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના બંદરોનું આધુનિકરણ કરી દરિયાકાંઠાના અર્થતંત્રને વધુ મજબૂત કરાશે. મુખ્યપ્રધાને આ સંદર્ભે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની મત્સોદ્યોગની વિકાસલક્ષી નીતિને લીધે વર્ષ 2019-20માં રાજ્યનું મત્સ્ય ઉત્પાદન 8.58 લાખ મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. રાજ્ય દ્વારા પાંચ હજાર કરોડથી પણ વધુના મત્સ્ય ઉત્પાદનોની નિકાસ કરવામાં આવી છે, તેમ જણાવીને મુખ્યપ્રઘાને કહ્યું હતું કે સાગરખેડૂના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

ગીરસોમનાથ

રાજ્યમાં 29 હજારથી પણ વધુ બોટનું રજીસ્ટ્રેશન થયું

મુખ્યપ્રધાને ગુજરાત દેશનું પ્રવેશદ્વાર બન્યું છે તેમ જણાવતા કહ્યું હતું કે, હાલ રાજ્યમાં 29 હજારથી પણ વધુ બોટનું રજીસ્ટ્રેશન થયું છે. માછીમારોને કેરોસીન પર એક લિટરે રૂપિયા 15ની સબસિડી મળતી હતી તે વધારીને રૂપિયા રૂપિયા 25 કરવામાં આવી છે. આ ઉપરાંત શેષમાં પણ નોંધપાત્ર ઘટાડો કરી માછીમારોને સહાય આપવામાં આવી છે. વધુમાં મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે પાકિસ્તાન દ્વારા પકડેલા 7100 માછીમારોને છોડાવવામાં આવ્યા છે.

ગીરસોમનાથ

સુત્રાપાડા ખાતે જીઆઇડીસીની જમીન ફિશરીઝ ખાતાને આપવામાં આવી

મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વેરાવળ, માંગરોળ, સુત્રાપાડા, માઢવાળ અને પોરબંદર જેવા બંદરોના વિકાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુત્રાપાડા ખાતે જીઆઇડીસીની જમીન ફિશરીઝ ખાતાને આપવામાં આવી છે અને હવે પર્યાવરણ ખાતામાં આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવી છે. આમ રાજ્ય સરકાર દ્વારા સાગરબંધુઓને તમામ સુવિધા મળી રહે અને એમને કોઈ તકલીફ ન પડે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહયા છે. વધુમાં મુખ્યપ્રધાને ઉમેર્યું હતું કે કોરોનાની આ કપરી પરિસ્થિતિમાં પણ ગુજરાતે વિકાસને અટકવા નથી દીધો. છેલ્લા 5 મહિનામાં 27 હજાર કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે, તેમ જણાવી એક જ દિવસમાં 750 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામો કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ

આ સરકાર ગરીબો અને ઋજુ લોકોની સરકાર છે

રાજ્ય સરકાર પારદર્શક અને ઈમાનદારીથી કામ કરે છે. આ સરકાર ગરીબો અને ઋજુ લોકોની સરકાર છે. પ્રજાના પૈસા પ્રજા માટે વાપરીને પારદર્શક પ્રજાભિમુખ વહીવટથી કામ કરી રહ્યા છે, એમ જણાવીને બે-અઢી દાયકા પહેલા વિપક્ષોની સરકાર હતી ત્યારે ખાતમુહૂર્તના કામો થયા પછી લોકો રાહ જોતા હતા અને અમે જેનું ખાતમુહૂર્ત કરીએ છીએ. તેનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ એમ જણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરેલા વિકાસને આગળ વધારીને ગુજરાતને દેશનું અગ્રીમ રાજ્ય બનાવવા આપણે આગળ વધી રહ્યા છીએ એમ પણ કહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details