ગુજરાત

gujarat

ETV Bharat / state

બીજા તબક્કાના લૉકડાઉનને ધ્યાને રાખી જૂનાગઢમાં ખાસ તપાસ ટીમની રચના કરાઇ - junagadh corona update

આગામી ૩ મે સુધી સમગ્ર દેશમાં બીજા તબક્કાના Lockdownની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બીજા તબક્કાના Lockdownને લઈને ચુસ્ત બંદોબસ્ત જળવાઈ રહે અને લોકો Lockdownનું સાચું અર્થઘટન કરે તે માટે ખાસ તપાસ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ આજથી પોતાનો ચાર્જ સંભાળી લઈને સમગ્ર જૂનાગઢ શહેરમાં તપાસ શરૂ કરી દીધી છે.

checking team in junagadh
બીજા તબક્કાના લૉકડાઉનને ધ્યાને રાખી જૂનાગઢમાં બનાવવામાં આવી ખાસ તપાસ ટીમ

By

Published : Apr 14, 2020, 4:11 PM IST

જૂનાગઢ : સમગ્ર દેશમાં આજથી ૩જી મે સુધી બીજા તબક્કાના Lockdown જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકો Lockdownને લઈને વધુ સચેત અને જાગૃત બને તેમજ સામાજિક અંતરની સાથે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ગ્લોઝ, સેનીટાઈઝર અને માસ્ક પહેરીને કોઈ પણ જીવન જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે ઘરની બહાર નીકળે તેવો આગ્રહ કરવામાં આવી રહ્યું છે. જેની ચકાસણી કરવા માટે જૂનાગઢમાં આજથી ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે.

બીજા તબક્કાના લૉકડાઉનને ધ્યાને રાખી જૂનાગઢમાં બનાવવામાં આવી ખાસ તપાસ ટીમ
જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર પોલીસ વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓ અને કર્મચારીઓ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
બીજા તબક્કાના લૉકડાઉનને ધ્યાને રાખી જૂનાગઢમાં બનાવવામાં આવી ખાસ તપાસ ટીમ

આ ટીમો જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં સતત ફરીને લોકો Lockdownનો અમલ કરે, તેમજ માર્ગદર્શિકા મુજબ જાહેર કરવામાં આવેલી તમામ તકેદારીઓનું ચુસ્તપણે પાલન કરે અને lockdownની સાથે સાવચેતીઓનો અનાદર કરનાર દરેક વ્યક્તિ અને વેપારી વિરુદ્ધ કાયદા મુજબ કામ કરવાની સત્તાઓ આ તપાસ ટીમને આપવામાં આવી છે.

બીજા તબક્કાના લૉકડાઉનને ધ્યાને રાખી જૂનાગઢમાં બનાવવામાં આવી ખાસ તપાસ ટીમ

ABOUT THE AUTHOR

...view details