વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સિંહ અને દીપડા દ્વારા કરવામાં આવી રહેલા ઘાતક હુમલાને લઈને હવે સરકાર સામે બાયો ચડાવા છે. છેલ્લા બે દિવસમાં અમરેલી જિલ્લામાં એક 5 વર્ષનું બાળક અને બે યુવાનોને દીપડાએ મોતને ઘાટ ઉતાર્યા છે. ત્યારે ગામલોકો અને ખેડૂતોનો વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેના સમર્થનમાં વિસાવદરના કોગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયા પણ સામે આવ્યા છે.
વિસાવદરના કોંગી ધારાસભ્યએ આપી સરકારના પ્રધાનોને ચેલેન્જ - Challenge the ministers of the government
વિસાવદર: કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્ય સરકારના પ્રધાનોને ચેલેન્જ આપી છે. વિસાવદરના કોંગેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ રાજ્ય સરકારના પ્રધાનોને ચેલેન્જ કરી છે. જેમાં સિંહ અને દીપડાના સતત ભયની વચ્ચે ખેતરમાં એક દિવસ રહી ખેતરમાં પાણી આપે તો 4 લાખ રુપિયા આપવાની ચેલેન્જ કરી હતી.
etv bharat visavadar
હર્ષદ રિબડીયાએ વન વિભાગના અધિકારો સાથે વાત કરીને સરકારના કોઈ પણ પ્રધાનને ચેલેન્જ આપી છે. હર્ષદ રિબડીયાએ ગુજરાત સરકારના પ્રધાનોને ગીર જંગલ વિસ્તારના ખેતરોમાં કે જ્યાં સતત રાત અને દિવસ સિંહ અને દીપડાનો ભય રહેલો છે, તેવા વિસ્તારોમાં એક રાત રહી ખેતરમાં પાણી આપનાર કોઈ પણ પ્રધાનને રોકડ 4 લાખ આપવાની ચેલેન્જ કરી છે.