ગુજરાત

gujarat

ETV Bharat / state

Chaitri Navratri 2023: આજથી ચૈત્રી નોરતા શરૂ, જાણો વર્ષના ચાર નોરતા પર્વ વિશે શાસ્ત્રોનો ઉલ્લેખ - Hindu calendar 2023

આજથી ચૈતી નવરાત્રી શરૂ થઇ છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં ચાર નવરાત્રી વર્ષ દરમિયાન આવે છે. જેમાં દરેક નવરાત્રીનું અનોખું મહત્વ છે. વર્ષમાં ચાર વાખત આવતી નવરાત્રીની કઇ રીતે ઉજવણી કરવામાં આવે છે અને શું છે તેનું અલગ મહત્વ જાણો અમારા આ ખાસ અહેવાલમાં.

આજથી ચૈત્રી નોરતા શરૂ, જાણો વર્ષના ચાર નોરતા પર્વ વિશે શાસ્ત્રોનો ઉલ્લેખ
આજથી ચૈત્રી નોરતા શરૂ, જાણો વર્ષના ચાર નોરતા પર્વ વિશે શાસ્ત્રોનો ઉલ્લેખ

By

Published : Mar 22, 2023, 10:30 AM IST

Updated : Mar 22, 2023, 10:58 AM IST

જૂનાગઢ :આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રાંરભ થઇ ગયો છે. ત્યારે માતાજીની પુજા-અર્ચના કરવા માટે લોકો આરાધના કરતા હોય છે. આ મહિનાની અંદર માં જગદંબાની સ્તુતિ સાથે આરાધના કરવામાં આવે છે. લોકો નવ દિવસ દરમિયાન ઉપવાસ કરે છે તો કોઇ માતાજીને આહારો દ્વારા શોભાયમાન કરીને પુજા કરે છે. માતાજીના દરેક સ્વરૂપની પુજા કરવામાં આવે છે. આ નવરાત્રીને આરાધનાની નવરાત્રી તરીકે પણ ઉજવવામાં આવે છે.

જગતજનની માં જગદંબાની સ્તુતિ માટે ચૈત્રી નવરાત્રી છે સર્વોત્તમ

વર્ષની ચાર નવરાત્રી: ચાર નવરાત્રી પૈકી ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં રહેલું છે. વિક્રમ સંવત દરમિયાન ચાર નવરાત્રીનું મહત્વ આંકવામાં આપ્યું છે. એ મુજબ ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રીને ચૈત્રી નવરાત્રી તરીકે પૂજવામાં આવે છે. ચૈત્ર મહિનાની એકમથી લઈને નોમ સુધીના નવ દિવસો ચૈત્રી નવરાત્રી તરીકે ઓળખાય છે. જે સનાતન ધર્મમાં ખૂબ મહત્વ ધરાવે છે.

જગતજનની માં જગદંબાની સ્તુતિ માટે ચૈત્રી નવરાત્રી છે સર્વોત્તમ

આરાધનાના દિવસો:આ નવ દિવસો દરમિયાન પ્રત્યેક માઇ ભક્તો જગતજનની મા જગદંબાની આરાધના કરે છે. જે પૂજાનું ખૂબ ધાર્મિક મહત્વ આલેખવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીને મા જગદંબાની આરાધના અને અનુષ્ઠાન માટે પણ ખૂબ મહત્વની માનવામાં આવે છે. જેથી આ નવરાત્રી દરમિયાન મા જગદંબાની શાસ્ત્રોત અને મંત્રોચ્ચાર સાથે પૂજા અને આરાધના કરવાનું વિશેષ ધાર્મિક ફળ મળતુ હોય છે.

આ પણ વાંચો Junagadh News: પ્રથમ વખત કોંગ્રેસનું નામ લીધા વિના અમિત શાહે કર્યું ભાષણ

અનુષ્ઠાન કરાય છે:જેથી અનુષ્ઠાન કરતાં માઈ ભક્તો ચૈત્રી નવરાત્રીમાં માતાનુ અનુષ્ઠાન કરીને ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરે છે. આ દિવસોમાં ખાસ પૂજા કરે છે. આસો અને શાકંભરી નવરાત્રીનું પણ મહત્વ સનાતન ધર્મ સંસ્કૃતિમાં છે. આસો નવરાત્રીને માતાના ગરબા સાથે જોડીને તેની ઉજવણી કરવાની ધાર્મિક પરંપરા છે. તે મુજબ આશો નવરાત્રી દરમિયાન નવ દિવસો સુધી પ્રત્યેક માઈ ભક્ત મા જગદંબાના ગરબા લઈને આસો નવરાત્રિની ધાર્મિક ઉજવણી કરતા હોય છે. તો બીજી તરફ શાકંભરી નવરાત્રી વસંત પંચમીના દિવસો શરૂ થાય છે.

જગતજનની માં જગદંબાની સ્તુતિ માટે ચૈત્રી નવરાત્રી છે સર્વોત્તમ

શાકભાજી અર્પણ:શાકંભરી નવરાત્રી દરમિયાન માતાજીને વિવિધ શાકભાજી અને લીલા આહારો દ્વારા શોભાયમાન કરાય છે. નવરાત્રીના આ દિવસો દરમિયાન પ્રત્યેક માતાજીના મંદિરોમાં પણ વિશેષ પ્રકારે શાકંભરી નવરાત્રીનું આયોજન થતું હોય છે. શાસ્ત્રોકત વિધિ અનુસાર પૂજા આરતી કરવામાં આવે છે.

જગતજનની માં જગદંબાની સ્તુતિ માટે ચૈત્રી નવરાત્રી છે સર્વોત્તમ

આ પણ વાંચો Junagadh News : હોળીના તહેવાર પર જલેબી જેવી મધુર ઘેવર મીઠાઈનું અનેરું મહત્વ

ગુપ્ત નવરાત્રી:ગુપ્ત નવરાત્રીનું પણ મહત્વ ધર્મ સંસ્કૃતિમાં છે. ચાર નવરાત્રી પૈકી ગુપ્ત નવરાત્રીને પણ ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખાસ કરીને જે લોકો માતાજીનું ગુપ્ત અનુષ્ઠાન કરતાં હોય છે, તંત્રવિદ્યા અને તાંત્રિક શાસ્ત્રોના સહારે અઘોરીઓ આ નવ દિવસો દરમિયાન જંગલ વિસ્તારમાં માતાજીની કઠોર આરાધના અને પૂજન કરતા હોય છે. મોટે ભાગે અઘોરી અને જંગલ વિસ્તારમાં રહેતા સાધકો દ્વારા ગુપ્ત નવરાત્રીની ઉજવણી કરાતી હોય છે.

અઘોરીઓની નવરાત્રી: નવ દિવસો દરમિયાન અઘોરી સાધુઓ સમાજ અને લોકોની વચ્ચેથી દૂર માત્ર માતાજીની આરાધનામાં લીન બનતા હોય છે. જેથી તેને ગુપ્ત નવરાત્રી તરીકે પણ સનાતન ધર્મમાં મહત્વપૂર્ણ માનવામાં આવી છે.

Last Updated : Mar 22, 2023, 10:58 AM IST

ABOUT THE AUTHOR

...view details