જૂનાગઢ : ગિરિવર ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવને સમીપે કેટલાય વર્ષોથી શક્તિપીઠના રૂપ માં રાજ રાજેશ્વરી બિરાજી રહ્યા છે. અહીં એક સાથે નવ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રકારનું ગુજરાતનું એકમાત્ર મંદિર હોવાનું પણ જણાય આવે છે. અહીં ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં માઇ ભક્તો માં રાજ રાજેશ્વરી શક્તિપીઠના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી રહ્યા છે.
યજ્ઞ અને આહુતિનું આયોજન : ચૈત્ર મહિનામાં શક્તિપીઠોના દર્શન અને પૂજનનું હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. ત્યારે નવરાત્રિને અનુલક્ષીને માં રાજ રાજેશ્વરી શક્તિપીઠમાં ધાર્મિક પુજન અને યજ્ઞનું આયોજન ર્ઋષી કુમારોની હાજરીમાં કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસો દરમિયાન માં રાજ રાજેશ્વરી શક્તિપીઠમાં ઋષિકુમારો દ્વારા સતત હોમાતમક યજ્ઞનું આયોજન શક્તિપીઠની સમીપે કરવામાં આવ્યું છે. જેમાં સતત આહુતિ આપવામાં આવી રહી છે. આહુતી પાછળનો ધાર્મિક હેતુ સમગ્ર વિશ્વ રાક્ષસી શક્તિ અને માયામાંથી મુક્તિ મળે તે માટે યજ્ઞ અને આહુતિનું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રી શરૂ થતા અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
દસ મહાવિદ્યાની શક્તિપીઠ :નવરાત્રિના નવ દિવસ દરમિયાન જેને હિન્દુ ધર્મમાં ઔષધીય સ્વરૂપો માનવામાં આવ્યા છે. તેવા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંધમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીના બનેલા શક્તિપીઠને રાજ રાજેશ્વરી શક્તિપીઠ તરીકે હિન્દુ ધર્મમાં પૂજવામાં આવે છે. જેને દસ મહાવિદ્યાની શક્તિપીઠ તરીકે શ્રદ્ધાળુ લોકો ઓળખે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અહીં સહસ્ત્ર ચંડીના પાઠ ઋષિકુમારો દ્વારા અવિરત પણે કરવામાં આવે છે.
આ પણ વાંચો :Vadodara News: ચૈત્રી નવરાત્રી-રમઝાનના ઉપવાસીઓ માઠા વાવડ, ફળમાં ભાવવધારો થયો
નવદુર્ગાના સ્વરૂપ સમાન :દુર્ગાને હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં સર્વોપરી શક્તિ માનવામાં આવે છે. તેથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દુર્ગાના સ્વરૂપ નવશક્તિનું સ્થાપન અને પૂજન ની સાથે યજ્ઞનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મમાં આલેખવામાં આવ્યું છે. તે મુજબ ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી ધાર્મિક વિધિ વિધાન સાથે શક્તિપીઠના સમન્વય સમી રાજ રાજેશ્વરી શક્તિપીઠ જગત જનની માં જગદંબાની પૂજા થઈ રહી છે. ચૈત્ર મહિનાનું ધાર્મિક મહત્વ ઉજાગર થાય પ્રત્યેક માઇ ભક્ત સુધી ચૈત્રી નવરાત્રિમાં કરવામાં આવતા અનુષ્ઠાન પૂજા અને યજ્ઞની આહૂતિનુ વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.
નવદુર્ગાના ઔષધીય સ્વરૂપની પૂજા અને આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ
1શૈલપુત્રી (હરદ) ઘણા પ્રકારના રોગોમાં વપરાતી દવા હરદ હિમાવતી છે. જે દેવી શૈલપુત્રીનું સ્વરૂપ છે. તે આયુર્વેદની મુખ્ય દવા છે. તે સાત પ્રકારના પઠાયા હરિતિકા અમૃતા હેમાવતી કાયસ્થ ચેતકી અને શ્રેયસી છે.