ગુજરાત

gujarat

ETV Bharat / state

ગીરના ડાલામથ્થાને લગતો પ્રોજેક્ટ લાયનની જાહેરાત, માલધારી, રોજગારી અને પર્યટનને મળશે વેગ - Junagadh news

કેન્દ્ર સરકાર દ્વારા ગીરના સિંહોને લગતો પ્રોજેક્ટ લાયનની (Lions in Junagadh forest) જાહેરાત કરી છે. પ્રોજેક્ટ લાયનની જાહેરાતથી માલધારી, સ્થાનિક રોજગારી, પર્યટન જેવી વસ્તુઓને હવે વધુ વેગ મળશે. (project lion in junagadh)

ગીરના ડાલામથ્થાને લગતો પ્રોજેક્ટ લાયનની જાહેરાત, માલધારી, રોજગારી અને પર્યટનને મળશે વેગ
ગીરના ડાલામથ્થાને લગતો પ્રોજેક્ટ લાયનની જાહેરાત, માલધારી, રોજગારી અને પર્યટનને મળશે વેગ

By

Published : Dec 26, 2022, 10:37 PM IST

જૂનાગઢ : ગીરના સિંહોને લગતો મહત્વના પ્રોજેક્ટ લાયનની (Project Lion in Junagadh) મહત્વપૂર્ણ જાહેરાત કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાછલા કેટલાક સમયથી કેન્દ્ર અને રાજ્યના વન વિભાગની સાથે પ્રાણી સંગ્રહાલય (Junagadh Zoo) બોર્ડ દ્વારા પ્રોજેક્ટ લાયનને લઈને કામ ચાલી રહ્યું હતું. જેની આજે મહત્વપુર્ણ જાહેરાત કરાઈ છે અને વર્ષ 2048 સુધીના આયોજનના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લાયનનો સમાવેશ કરાયો છે. જેને લઈને સિંહના સંવર્ધનની સાથે સ્થાનિક રોજગારી અને પર્યટનને વધુ વેગ મળે તેવા ઉદ્દેશ્ય સાથે 20 વર્ષના પ્રોજેક્ટની જાહેરાત કરાય છે.

પ્રોજેક્ટ લાયન

મહત્વપૂર્ણ પ્રોજેક્ટ લાયનની જાહેરાતકેન્દ્રની સરકારે આજે ગિરના સિંહ અને પર્યટન તેમજ ગીરની માલધારી વસાહતો, ગીરમાં જોવા મળતી જૈવિક વિવિધતાઓને સમાવેશ કરીને ગિરનાર વિકાસ માટે પ્રોજેક્ટ લાયન આખરે જાહેર કર્યો છે. વર્ષ 2048 સુધીના પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ લાયનનો સમાવેશ થયો છે. પાછલા ઘણા વર્ષોથી પ્રોજેક્ટ લાયનને લઈને અનેક વખત ચર્ચાઓએ ખૂબ વેગ પકડ્યો હતો, પરંતુ અંતે કેન્દ્રીય વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન ચૌબે દ્વારા આજે પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરાઈ છે. જેમાં સિંહની સાથે ગીરની જૈવિક સંપદા અને પર્યટનના વિકાસને ધ્યાને રાખીને સમગ્ર પ્રોજેક્ટ આગળ વધશે. (Junagadh Girnar)

પ્રોજેક્ટ લાયન અંતર્ગત થશે કામોગીરમાં હૂંડિયામણ કમાઈ આપતું એકમાત્ર જૈવિક વિવિધતા આજે સાસણ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. એક સમયે ગીરમાં સિંહની સંખ્યા એક આંકડામાં જોવા મળતી હતી. જેમાં ઉત્સાહજનક પરિણામો મળ્યા છે અને આજે સિંહોની સંખ્યા પણ જોવા મળે છે. સુરક્ષાની સાથે પર્યટન માટે વિકસિત થાય તે હેતુ માટે પ્રોજેક્ટ લાયન લાવવામાં આવ્યો છે. જે વર્ષ 2048 સુધીના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. આ પ્રોજેક્ટ અન્વયે ગીરના સિંહનું સંવર્ધન થાય સતત તેની સંતતિમાં વધારો થાય અને ગીરના સિંહ એકમાત્ર ગીર માં વધુ સુરક્ષિત અને સક્ષમ બને તે માટે ખાસ આયોજન પ્રોજેક્ટ લાયનમાં કરાયું છે. (Junagadh news)

આ પણ વાંચોસૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં

પ્રોજેક્ટ લાયનમાં માલધારીઓનો પણ થશે સમાવેશકેન્દ્ર સરકારના પ્રોજેક્ટ લાયનમાં ગીરના માલધારીઓનો પણ સમાવેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ગીરમાં સિંહનું સંવર્ધન કરવું હોય તો માલધારીઓનું સંવર્ધન પણ કરવું પડે. ગીરમાં સિંહ માલધારીને કારણે આજે વધુ સુરક્ષિત બન્યા છે, ત્યારે પ્રોજેક્ટ લાયનમાં ગીરમાં વસતા માલધારીઓની વિશેષ ચિંતા કરવામાં આવી છે. પ્રોજેક્ટ લાયનમાં માલધારીના વિકાસથી લઈને તેમને પડતી અગવડતાઓ અને ગીરમાં માલધારીઓની વર્તમાન શક્તિમાં ખાસ કરીને સિંહના સંવર્ધન અને પર્યટન ક્ષેત્રના વિકાસને લઈને કેવા ફેરફારો કરી શકાય તે માટે પણ પ્રોજેક્ટ લાયનમાં વિશેષ જોગવાઈ કરવામાં આવશે. (Junagadh forest area)

ગીરની જૈવિક સંપદાનોપ્રોજેક્ટ લાયનમાં ગીરની જૈવિક સંપદાનો પણ સમાવેશ કરવામાં આવશે. ગીરના જંગલમાં આજે પણ 300 કરતાં વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે. સાથે સાથે ગીરનું જંગલ પર્યાવરણની દ્રષ્ટિએ પણ જૈવિક વિવિધતા ધરાવે છે. જેને લઈને પણ પ્રોજેક્ટ લાયનમાં વિશેષજોગવાઈ કરવામાં આવશે. ગીરની જૈવિક વિવિધતા આજે સમગ્ર એશિયામાં એકમાત્ર ગીરમાં સિંહને સુરક્ષિત રાખવા માટે અનુકૂળ બની છે, ત્યારે પ્રોજેક્ટ લાયન અંતર્ગત ગીરની જૈવિક સંપદાનો પણ ગંભીરતાપૂર્વક સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચોગાંડી ગીરનું ઘરેણું કહેવાતો ડાલામથ્થો સિંંહનો વિડીયો કેમેરામાં થયો કેદ

પ્રોજેક્ટ લાયન પર્યટનને આપશે વેગપ્રોજેક્ટ લાયન ગીરના પર્યટન ક્ષેત્રને વેગ મળશે. ગીરમાં હાલ સમગ્ર વિશ્વમાંથી પર્યટકો સિંહ દર્શન માટે આવે છે. જેના કારણે સ્થાનિક રોજગારીની તકો પણ સર્જાય છે, ત્યારે પ્રોજેક્ટ લાઈનના અમલ થવાથી ગીર અને તેની આસપાસનો પર્યટન ક્ષેત્ર વિશાળ કલક પર વિસ્તરતું જોવા મળશે. જે સમગ્ર વર્ષ દરમિયાન અહીં પ્રવાસીઓનો સતત ઘસારો થતો જોવા મળશે. હાલ માત્ર 16 ઓક્ટોબરથી લઈને 15 જૂન દરમિયાન જ સિંહ દર્શન ખુલ્લુ રહે છે. જેને કારણે ચાર મહિના સુધી ગીરનો પર્યટન ઉદ્યોગ ઠપ્પ થઈ જાય છે, ત્યારે પ્રોજેક્ટ લાયનના અમલીકરણ થવાથી ગીરનું પર્યટન ક્ષેત્ર 12 મહિના સુધી સતત ધમધમતું જોવા મળશે. જેના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકોનું સર્જન થશે.

પ્રોજેક્ટ લાઈનના આવવાથી પર્યટનના નવા ક્ષિતિજો વિસ્તરશેગીર વિસ્તારના સિંહ દર્શનની સાથે પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલા અને ખાસ કરીને પ્રાકૃતિક, ઇકો ટુરિઝમ સહિત અનેક નવા પર્યટનના ક્ષેત્રોને પાંગરવાની તક મળશે. જેને કારણે સિંહ દર્શનની સાથે અન્ય પ્રાકૃતિક પર્યટન સ્થળો પણ વિકસિત થતાં જોવા મળશે. જેથી સ્થાનિક લોકોની રોજગારીમાં ખૂબ વધારો થવાની શક્યતા પણ પ્રોજેક્ટ લાયન લઈને આવી શકે છે.

ABOUT THE AUTHOR

...view details